News Continuous Bureau | Mumbai
દહીસરની(Dahisar) 22 વર્ષની યુવતી સાથે સોશિયલ મીડિયા (Social media) પર ઓળખ કરીને તેને બહેન બનાવીને તેની સાથે 8.20 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ(Cyber fraud) આચરવામાં આવ્યો છે.
એક ઠગે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાને લંડનના સર્જન(Surgeon of London) તરીકે ઓળખ આપીને યુવતી પોતાની બહેન બનાવી હતી અને તેને કુરિયર દ્વારા રક્ષાબંધનની ભેટ (Gift of Rakshabandhan) મોકલું છું કહીને તેની સાથે 8.20 લાખ રૂપિયાની છેતરપિંડી(Fraud) કરી હતી.
ગયા અઠવાડિયે શુક્રવારે દહિસર પોલીસ સ્ટેશન(Dahisar Police Station) દ્વારા આ મામલે FIR નોંધવામાં આવી હતી. સેલ્સ એક્ઝિક્યુટિવ (Sales Executive) તરીકે કામ કરતી ફરિયાદીએ જણાવ્યું હતું કે તેને પહેલી ઓગસ્ટના રોજ ઇન્સ્ટાગ્રામ પર 'doctor.kzamesjayden' હેન્ડલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. તેણે 5 ઓગસ્ટના રોજ ફ્રેન્ડ રિક્વેસ્ટ(Friend request) સ્વીકારી હતી, ત્યારબાદ બંનેએ ચેટિંગ શરૂ કર્યું હતું. છેતરપિંડી કરનારે તેને કહ્યું કે તે લંડનમાં સર્જન છે અને થોડીવાર ચેટ કર્યા પછી, તેઓએ ફોન નંબરની આપ-લે કરી અને વોટ્સએપ (WhatsApp) પર વાત કરવાનું શરૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના સાંતાક્રુઝ સ્ટેશનની પૂર્વ તરફ નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ-જાણો શું છે કારણ
છેતરપિંડી કરનારે વોટ્સએપ પર ફરિયાદીને તેની 'બહેન' કહીને સંબોધી હતી અને તેને રક્ષાબંધન વિશે પૂછવાનું શરૂ કર્યું હતું. તેણે ઠગને સમજાવ્યું કે સ્ત્રીઓ તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે. પછી છેતરપિંડી કરનારે તેને કહ્યું કે તે તેને પણ ભેટ મોકલવા માંગે છે પરંતુ ફરિયાદીએ કોઈપણ ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ તેણે યુવતીને કહ્યું કે તેણે તેણીને ભેટ મોકલી દીધી છે અને તે પોતે 15 ઓગસ્ટે ભારત પહોંચશે. ઠગે કહ્યું કે યુવતી ને કસ્ટમ ક્લિયરન્સ તરીકે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. પૈસા આપ્યા બાદ તેમને મેસેજ મળ્યો કે તેમનું ગિફ્ટ પાર્સલ (Gift parcel) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Indira Gandhi International Airport ) પર ઉતરી ગયું છે. મહિલાએ તેના દ્વારા પૂરા પાડવામાં આવેલ બેંક ખાતામાં પૈસા મોકલ્યા અને બીજા દિવસે તેણીને તેના વોટ્સએપ નંબર પર એક સંદેશ મળ્યો, જેમાં જણાવાયું હતું કે તેણે વાહન ચાર્જ અને વીમા તરીકે 20,000 રૂપિયા ચૂકવવા પડશે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ યુવતી એ આ રકમ પણ ચૂકવી હતી પરંતુ અન્ય એક છેતરપિંડી કરનારે કુરિયર એજન્ટ બનીને યુવતી ને કહ્યું હતું કે ભેટ રોકડમાં હોવાથી તેણે વધુ ચૂકવણી કરવી પડશે. છેતરપિંડી કરનારાઓએ પૈસાની માંગણી કરતા રહ્યા અને બે સપ્ટેમ્બર સુધીમાં તેણે 8.20 લાખ રૂપિયા ચૂકવી દીધા. જ્યારે છેતરપિંડી કરનારાઓએ વધુ પૈસા માંગવાનું બંધ ન કર્યું, ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેના ભાઈને જાણ કરી જે તેને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પોલીસ આ પ્રકરણમાં વધુ તપાસ કરી રહી છે.