News Continuous Bureau | Mumbai
મુંબઈના સાકીનાકા પરિસરમાં(Sakinaka premises) એક અજબ બનાવ બન્યો હતો. જેમાં 24 વર્ષની મહિલાએ દવાને(medicine) બદલે ભૂલથી ઉંદર મારવાની દવા(rat killer) ખાઈ લીધી હતી અને તેનું મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ સાકીનાકામાં રહેતી કાજલ ગવ્હાણનું(Kajal Gavan) રવિવારે પરેલમાં(Parel) આવેલી કે.ઈ.એમ હોસ્પિટલમાં(KEM Hospital) મૃત્યુ થયું હતું. કાજલે 13 ઓગસ્ટના દવા સમજીને આ ઝેર પી(Poison ) લીધું હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ
કાજલને પેટમાં દુખતું હોવાથી તેણે દવા સમજીને ઉંદર મારવાની દવા પીધા બાદ તેની તબિયત વધુ લથડી હતી. તેથી તેને અગાઉ ખાનગી હોસ્પિટલમાં(private hospital) લઈ જવામાં આવી હતી. ત્યાંથી પછી તેને કે.ઈ.એમ.માં લઈ જવામાં આવી હતી.
કાજલના પરિવારના કહેવા મુજબ તેણે ભૂલથી દવા સમજીને ઉંદર મારવાની દવા લીધી હતી. તેના મૃત્યુ પાછળ કોઈ શંકા નથી. છતાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સાઈબાબા નગરમાં ઈમારત ધરાશાયી થઈ ગયા પછી હવે મુંબઈ મહાનગરપાલિકાએ એક વધુ ઇમારત તોડી પાડી