News Continuous Bureau | Mumbai
પાલઘર જિલ્લાના(Palghar district) વિરારમાં (Virar)એક મહિલાએ ગ્રાહક બનીને જ્વેલર્સને(Jewelers) નકલી પિસ્તોલ(Fake pistol) બતાવી લૂંટવાનો(Rob) પ્રયાસ કર્યો હતો. જોકે જ્વેલર્સે હિંમત પૂર્વક તેનો સામનો કર્યો હતો અને તેને પોલીસને પકડાવી દીધી હતી.
આ પ્રકરણમાં વિરાર(વેસ્ટ)માં ગ્લોબલ સિટીમાં(Global City) દેવ નારાયણ નામની જ્વેલર્સની શોપ છે. આ જ્વેલર્સની શોપમાં(Jewelers Shop) એક બુરખાધારી મહિલા ગ્રાહક બનીને ગઈ હતી. ખરીદીને નામે તેણે જ્વેલર્સ પાસે અમુક વસ્તુઓ જોવા માંગી હતી. જ્વેલર્સ તેને વસ્તુઓ બતાવી રહ્યો હતો. એ દરમિયાન તેણે પોતાની થેલીમાં રૂમાલની નીચે છુપાવીને પિસ્તોલ કાઢી હતી અને જ્વેલર્સને બંદૂકની ધાકે ધમકાવીને તેને બધી વસ્તુઓ ભરી આપવા કહી હતી.
આ સમાચાર પણ વાંચો : હાશ… મુંબઈના આ મહત્વપૂર્ણ રૂટ પર રિપેરીંગ કામ પુરું થતા હવે વાહનવ્યહાર આસાન બનશે.. જાણો વિગતે
નકલી #બંદુકથી અસલી #ચોરી. જુઓ #જ્વેલર્સની દુકાનમાં ચોરીનો વિડીયો..
#Mumbai #virar #jewelry #shop #women #robbery #pistol #ViralVideo pic.twitter.com/FyjtDOaJEF— news continuous (@NewsContinuous) May 25, 2022
જોકે જ્વેલર્સે બહુ હિંમતપૂર્વક બુરખાધારી મહિલાનો સામનો કર્યો હતો અને તેને ખેંચીને દુકાનનની બહાર લઈ ગયો હતો અને તેના મોં પર રહેલો બુરખો પણ ઉતારી નાખ્યો હતો અને તેને આજુબાજુવાળાની મદદથી પોલીસે પકડાવી દીધી હતી. પોલીસને તપાસ દરમિયાન તેની પાસે રહેલી બંદુક નકલી હોવાનું જણાયું હતું. પોલીસ આ પ્રકરણમાં વધુ તપાસ કરી રહી છે. 
 
