ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈના રમણીય વરલી સી-ફેસને મુખ્ય સ્થળ માનવામાં આવે છે. આ વિસ્તારમાં જાણીતા નેતાઓ, અભિનેતાઓ અને ખેલાડીઓ રહે છે. અહીં વરલીની જાણીતી ૬૦ વર્ષ જૂની ડેરી છે. જેનું સ્વરૂપ હવે બદલાઈ જશે. વરલી-સી ફેસ પ્રાઇમ લોકેશન હોવાથી ડેરીની ૧૫ એકરની જમીન ઉપર કેટલાક બિલ્ડરોની નજર હતી. જોકે હવે વરલી ડેરીની જમીનનો હિસાબ થઈ ગયો છે. આ જમીન નગર વિકાસ વિભાગને સોંપવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર : ખર્ચ પાંચ વર્ષ પહેલાં કર્યો અને પ્રસ્તાવ છેક હવે!
વરલી ડેરીના પરિસરને મહારાષ્ટ્ર સરકારે સુંદર બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યાં મરીન રિસર્ચ સેન્ટર, વિશ્વ સ્તરીય માછલીઘર અને એક ઑડિટોરિયમ બનાવવાની યોજના છે. 15 એકરમાંથી અંદાજે 10 એકરની જમીન પર આ બધી યોજનાઓ સાકાર થઈ શકે છે. આરક્ષણમાં બદલાવ કરીને આ જમીન પશુ સંવર્ધન વિભાગે નગર વિકાસ વિભાગને સોંપી છે. આગામી દિવસોમાં રાજ્ય MRTP (મૉનૉપૉલીઝ ઍન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રૅક્ટિસિસ) અધિનિયમ 37(1) હેઠળ સાર્વજનિક અધ્યાદેશ રજૂ કરાશે. જેના માધ્યમથી લોકોનાં સૂચનો અને ફરિયાદો મગાવવામાં આવશે. બાકી રહેલી 5 એકર જમીન ડેરી આયુક્ત કાર્યાલય માટે રાખવામાં આવશે અને ડેરીનું કુર્લામાં સ્થળાંતર થશે.