ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી નાર્કોટિક્સ સેલે 43 વર્ષીય યુટ્યુબરની 50 લાખ રૂપિયાની ચરસ સાથે ધરપકડ કરી છે.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે યુટ્યુબરની મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી ડ્રગ સેલ દ્વારા અંધેરીમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી જુહુ-વર્સોવા માં રહે છે અને તે યુ ટ્યુબ પર ચેનલ ચલાવે છે તથા તે આ ચેનલનો ડિરેક્ટર પણ છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુટ્યુબરના તાર બોલિવૂડ સાથે જોડાયેલા છે અને ફિલ્મ કલાકારોને ચરસ સપ્લાય કરતો હોવાની શંકા છે.
કાશ્મીરમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ જારી, ઘાટીમાં આ સેવા ફરી એકવાર બંધ; જાણો વિગતે

Leave a Reply