News Continuous Bureau | Mumba
Gujarat : મોરબીના સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન તરફથી પ્રાપ્ત ફરિયાદના આધારે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI)ના રાજકોટ પ્રાદેશિક એકમ (RRU) તેમજ અમદાવાદ ઝોનલ યુનિટ, અધિકારીઓને પ્રાપ્ત ગુપ્ત માહિતીના આધારે અંદાજિત રૂ. 5.19 કરોડના ઈ-વે બિલ ફ્રોડનો પર્દાફાશ થયો છે. આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી સિરામિક ટાઈલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન તરફથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જે મુજબ ટ્રાન્સપોર્ટર દ્વારા તેમના નામે કન્સાઈનર અથવા કન્સાઈની તરીકે ઈ-વે બિલ બનાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરાઈ હતી. જે ટ્રાન્ઝેક્શનનો તેઓ હિસ્સો નહોતા.
આ અંગે રાજકોટ પ્રાદેશિક એકમ, અમદાવાદ ઝોનલ યુનિટ, DGGI ના અધિકારીઓ દ્વારા સ્થાનિક બાતમી અને શંકાસ્પદ ટ્રકોની ટોલ મૂવમેન્ટના આધારે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જે ગુજરાત (મોરબી, જામનગર, ધ્રાંગધ્રા) અને રાજસ્થાન (સાંચોર અને અજમેર) માં વિવિધ સ્થળોએ ટ્રાન્સપોર્ટર્સ અને વ્યક્તિઓ જેવી શંકાસ્પદ સંસ્થાઓ તરફ દોરી ગયું હતું.
DGGI RRUના અધિકારીઓ દ્વારા સ્વતંત્ર સ્ત્રોતો પાસેથી મળેલી માહિતમાં, એક વ્યક્તિનું નામ સામે આવ્યું જે રાજસ્થાનના અજમેર નજીક ક્યાંક છુપાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. DGGI, RRU અધિકારીઓ સતત એક અઠવાડિયા સુધી તેને ટ્રેક કર્યા બાદ રાજસ્થાનના બીવર જિલ્લાના એક ગામમાંથી તેને પકડવામાં સફળ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Russia-Ukraine war : પુતિનની જીત પર લોકો ચિંતિત, ફરી રાષ્ટ્રપતિ બન્યા પછી યુક્રેન સામે યુદ્ધ લડવા માટે કરી શકે છે આ અભિયાન..
ત્યારપછી RRU ના અધિકારીઓએ 15.03.2024ના રોજ અજમેર CGST ઑફિસમાં આરોપીનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેણે વિવિધ રેન્ડમ/રદ કરાયેલી કંપનીઓના નામે બનાવટી ઇન્વૉઇસ અને ઇ-વે બિલના કવર હેઠળ સિરામિક ટાઇલ્સનો ગુપ્ત પુરવઠો હોવાનો સ્વીકાર કર્યો હતો. CGST એક્ટ, 2017ની કલમ 132(1)(a) અને 132(1)(l) હેઠળ નિર્દિષ્ટ ગુનો (5 કરોડથી વધુનો) કરવા બદલ કલમ 69 હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તે કલમ 132(1) હેઠળ સજાપાત્ર છે. લાભાર્થી GSTNને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.