132
Join Our WhatsApp Community
Rajkot Division: પશ્ચિમ રેલવે ના રાજકોટ મંડળ માં સ્થિત રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 26.02.2025 ના રોજ રદ.
- ટ્રેન નં. 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 01.03.2025 ના રોજ રદ.
Rajkot Division: આંશિક રીતે રદ થયેલી ટ્રેનો
- ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21.02.2025 થી 04.03.2025 સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Rajkot Division: રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ ઓખાથી 2 કલાક મોડી એટલે કે 16.05 વાગ્યે રવાના થશે.
- ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 21.02.2025 અને 28.02.2025 ના રોજ ઓખાથી 3 કલાક 30 મિનિટ મોડી એટલે કે 15.45 વાગ્યે ઉપડશે.
Rajkot Division: માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો
- ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી માર્ગ માં 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- 19.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 33 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- 26.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 03 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- 23.02.2025 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 08 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- 24.02.2025 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 28 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- 24.02.2025 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 53 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
- 20.02.2025 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 20 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
Rajkot Division: ટ્રેન ના સ્ટોપેજ રદ
- 26.02.2025 થી 02.03.2025 સુધી 5 દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનું પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે.
રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed