World Sight Day: ચોકબજારની જૂની સિવિલ હોસ્પિટલમાં છ વર્ષમાં ૧,૬૮,૩૮૮ દર્દીઓની આંખની સારવાર અને ૧૦,૮૫૦ દર્દીઓની આંખોની વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી

World Sight Day: આ વર્ષે “Love Your Eyes at work” થીમ પર ‘વિશ્વ દ્રષ્ટિ દિન’ની ઉજવણી થઈ રહી છે કુદરતની સુંદર ભેટ સમાન આંખોની કાળજી લેવી જરૂરી: આ એક એવી અદ્દભૂત ભેટ છે, જેના વિના આપણે ઈશ્વરે રચેલી બ્રહ્માંડની સુંદર રચનાઓ નિહાળવા માટે અસક્ષમ.

by Hiral Meria
1,68,388 eye patients and 10,850 eye surgeries were performed free of cost in the old civil hospital at Chowkbazar in six years

News Continuous Bureau | Mumbai 

World Sight Day: દર વર્ષે વિશ્વ દ્રષ્ટિ દિવસ ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવવામાં આવે છે, જેનો હેતુ અંધત્વ અને દ્રષ્ટિની ક્ષતિને નિવારવાનો, લોકોને જાગૃત્ત કરવાનો છે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના ( Lions Club International Foundation ) સાઈટ ફર્સ્ટ કેમ્પેઈન ( Sight First Campaign ) દ્વારા વર્ષ ૨૦૦૦માં તેની શરૂઆત કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર આંખોના રોગો અને અંધાપા જેવી સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશ્ય પર કામ કરવા માટે વિશ્વ દ્રષ્ટિ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘Love Your Eyes at work’ની થીમ પર વિશ્વ દ્રષ્ટિ દિવસ તા.૧૨ ઓકટોબરના રોજ ઉજવાય રહ્યો છે, ત્યારે સુરત શહેરના ( Surat ) ચોકબજાર વિસ્તારની જૂની સિવિલ હોસ્પિટલમાં ( old civil hospital ) છેલ્લા છ વર્ષમાં ૧,૬૮,૩૮૮ દર્દીઓએ ( Patients ) આંખની સારવાર અને ૧૦,૮૫૦ દર્દીઓએ આંખની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. 

                 ચોકબજાર સ્થિત પેટા જિલ્લાની હોસ્પિટલ અને જૂની સિવિલ હોસ્પિટલના  અધિક્ષકશ્રી ડો.રિશીકુમાર માથુરે જણાવ્યું હતું કે, આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં અનેક પ્રકારના યંત્રો જેવા કે કોમ્પ્યુટર,મોબાઈલ, ટેલિવિઝન, લેપટોપનો વધુ વધુને ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે, જેની માઠી અસર આંખો ઉપર પડી રહી છે. સામન્ય રીતે ઓફિસવર્ક કરતા કર્મચારીઓએ દરરોજ સરેરાશ ૮ કલાક કોમ્ય્યુટર પર કાર્ય કરતાં હોય છે. આ વધેલા સ્ક્રીન ટાઈમના કારણે આંખોની સમસ્યાઓ પણ વધી છે, જેને ધ્યાનમાં લઈ આ વર્ષે “Love Your Eyes at work” થીમ પર વિશ્વ દ્રષ્ટિ દિન ઉજવણી કરવામાં આવી રહી છે. આઠ કલાક સ્ક્રીન ટાઈમ હોય ત્યારે આંખોને નુકસાન ન થાય એના માટેનો ૨૦-૨૦-૨૦ની ફોર્મ્યુલા છે. જેમાં જો તમારો સ્ક્રીન ટાઈમ વધુ હોય તો કામના સમયે દર ૨૦ મિનિટમાં બ્રેક લેવો, ૨૦ જ સેકન્ડનો બ્રેક લેવો અને ૨૦ ફુટ દુરની વસ્તુને નિહાળવી જેનાથી આંખને હાનિ થતી અટકશે. 

                   વધુમાં ડો.માથુરે કહ્યું હતું કે, કોરોનાકાળમાં બાળકોના જીવન, વર્તન વ્યવહાર  બદલાયા છે. બાળકો અંતર્મુખી બની રહ્યા છે, તેઓ બહાર, મેદાન પર રમતો રમવાને બદલે કમ્પ્યૂટર કે મોબાઈલ ઉપર ગેમ રમવામાં, રિલ્સ કે કાર્ટુન જોવામાં વધુ સમય વિતાવે છે. ઉપરાંત, મોબાઈલ કે કમ્પ્યૂટર ઉપર ઓનલાઈન શિક્ષણના પરિણામે બાળકોને લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે, જેનાથી આંખોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને અટકાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ બાળકોને આઉટડોર ગેમ રમવા બાહર લઈ જવા જોઈએ. બહારના ખૂલ્લા વાતાવરણમાં રમવાથી તેમનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થશે. 

           જો બાળકની આંખ પહેલાંથી જ નબળી હોય તો તેના માટે ઈલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવો ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ બેસે ત્યારે વચ્ચે વચ્ચે બ્રેક લેવાડાવવો જરૂરી છે.જો બાળકને ચશ્માં આવી ગયાં હોય તો તે નિયમિત પહેરવાં. બાળકોને પૌષ્ટિક ખોરાકમાં શક્ય હોય એટલા વૈવિધ્યપૂર્ણ ફળો અને શાકભાજી ખવડાવવાં. બાળકોનાં રોજિંદાં કાર્યોમાં આંખોની કસરતને સામેલ કરો જેનાથી આંખો તંદુરસ્ત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Couple Romance on Bike : ચાલતી બાઈક પર રોમાન્સ કરવો પડ્યો ભારે, પોલીસે કરી આ કાર્યવાહી.. જુઓ વિડીયો

વિશ્વ દ્રષ્ટિ દિવસ ઉજવણીની તવારીખ

              લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલે ૮ ઓક્ટોબર, ૧૯૯૮ના રોજ વિશ્વ દૃષ્ટિ દિવસના સન્માન માટે વિશ્વભરના અંધત્વ નિવારણ સંગઠનો સાથે સહયોગ કર્યો હતો. આ પ્રસંગને પછીથી VISION-2020માં સામેલ કરવામાં આવ્યો, જે આજે આંતરરાષ્ટ્રીય એજન્સી IAPB દ્વારા આયોજિત વિશ્વવ્યાપી ડ્રાઈવ છે. આ ડ્રાઈવ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO અને IAPB વચ્ચેનો સંયુક્ત કાર્યક્રમ છે. તેમાં આંખની સંભાળ માટે કાર્યરત એનજીઓ અને આ વિષયના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. અસંખ્ય લોકો, સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનો વિશ્વવ્યાપી સામાન્ય તબીબી સમસ્યાઓ તરીકે અંધત્વ અને દ્રષ્ટિની નબળાઈ અંગે જાહેર જાગૃતિ વધારીને દિવસની ઉજવણી માટે WHO અને IAPBને સહકાર આપે છે.

વિશ્વ દૃષ્ટિ દિવસ માટે વર્ષ ૨૦૨૩ની થીમ

              આ વર્ષની થીમ “Love Your Eyes at work” એટલે કે “ કામ કરતા સમયે તમારી આંખોને પ્રેમ કરો” છે. આજનાં ડિજિટલાઈઝેશનના યુગમાં આપણે આપણી આંખોના મહત્વને નજરઅંદાજ કરીએ છીએ. સ્ક્રીન ટાઈમમાં વધારો થવાને કારણે, ઓફિસવર્કમાં કોમ્યુટરનો વપરાશ, ટેલિવિઝનની સામે બેસીને, અવિરત કલાકો સુધી મોબાઈલફોનનો ઉપયોગ કરતા હોવાથી દૃષ્ટિની સમસ્યાઓમાં વધારો થયો છે. આ વર્ષની થીમ એ એક રિમાઈન્ડર છે કે, કુદરતની સુંદર ભેટ સમાન આંખોની કાળજી લેવા માટે આપણે જવાબદાર છીએ, આ એક એવી અદ્દભૂત ભેટ છે, જેના વિના આપણે ઈશ્વરે રચેલી બ્રહ્માંડની સુંદર રચનાઓ જોઈ શકતા નથી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More