News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections: ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરિષ્ઠ અને શતાયુ નાગરિકો, કે જેઓએ દાયકાઓ સુધી નૈતિક ફરજના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે.
આગામી તા.૭મીએ જ્યાં મતદાન યોજાનાર છે એવા માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ( assembly constituencies ) ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૭૧૦ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૪ શતાયુ મતદારો, આ મુજબ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા અને ૧૦૦ વર્ષથી વધુ વય (શતાયુ) ધરાવતા મતદારો અનુક્રમે માંડવી વિધાનસભામાં ૧૯૮૮ તથા ૩૭, કામરેજ વિધાનસભામાં ૧૬૯૮ અને ૨૬, બારડોલી વિધાનસભામાં ૧૭૩૩ અને ૧૭, મહુવા વિધાનસભામાં ૨૩૬૫ અને ૫૪ વરિષ્ઠ મતદારો લિંબાયત વિધાનસભામાં ૮૪૯ અને ૧૨, ઉધના વિધાનસભામાં ૭૧૯ અને ૦૫, મજુરા વિધાનસભામાં ૨૪૪૩ અને ૩૯ તેમજ ચોર્યાસી વિધાનસભામાં ૧૫૭૪ અને ૨૮, મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને અન્યો માટે પ્રેરણારૂપ બનશે.
આ સમાચાર પણ વાંચો : MP Srinivas Prasad:જિંદગીની જંગ હારી ગયા ભાજપના સાંસદ, ઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું વી શ્રીનિવાસ પ્રસાદનું નિધન.. .
ચૂંટણીઓને સહભાગિતાયુક્ત અને નાગરિકકેન્દ્રી બનાવવાના હેતુ સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો ( Senior citizens ) માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.