News Continuous Bureau | Mumbai
DLSS Surat: ગુજરાતના રમત ગમત વિભાગ-ગાંધીનગર સંચાલિત DLSS ( ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ) યોજના અંતર્ગત અન્ડર-૧૫ વયજૂથના ખેલાડી ( Atheltes ) ભાઈઓ અને બહેનો (તા.૧-૧-૨૦૦૯) પછી જન્મેલા) પસંદગી પ્રક્રિયાનું આયોજન તા.૯ થી ૧૧ સપ્ટે. વચ્ચે કોઈ એક દિવસે રોજ સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન સુરતના ( Surat ) કઠોર સ્થિત વ.દે. ગલિયારા હાઈસ્કૂલમાં ‘હાઈટહન્ટ’ ( Height hunt ) યોજાશે. જેમાં નિયત ઉંચાઈ ધરાવતા મૂળ ગુજરાતના ખેલાડીઓ જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ સાથે રાખીને પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે
ભાગ લેવા માટે ૧૨ વર્ષની વયના ભાઈઓ ( Gujarat players ) માટે ૧૬૬ અને બહેનો માટે ૧૬૧ સે.મી ઉંચાઈ, ૧૩ વર્ષના ભાઈઓ માટે ૧૭૧ અને બહેનો ૧૬૪ સે.મી, ૧૪ વર્ષના ભાઈઓની ૧૭૭ અને બહેનોની ૧૬૯ તેમજ ૧૫ વર્ષના ભાઈઓની ૧૮૨ અને બહેનોની ૧૭૧ સે.મી. કે તેથી ઉપરની ઉંચાઈ ધરાવતા હોય તો તેઓ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. જે માટે હિતાર્થ વ્યાસ (મો.૭૨૦૨૦ ૨૦૦૦૮), પ્રાચી મોદી (મો.૯૫૭૪૨ ૫૬૨૩૮) નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Shivraj Singh Chouhan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે એગ્રીશ્યોર ફંડ સાથે કરશે આ પોર્ટલ લોન્ચ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.