Surat Night Blood Survey: સુરતમાં હાથીપગા રોગના નિદાન માટે હાથ ધરાયો નાઈટ બ્લડ સર્વે, આટલા વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા..

Surat Night Blood Survey: મચ્છરજન્ય હાથીપગા રોગને નાબૂદ કરવા સુરત જિલ્લામાં રાત્રિના સમયે લોહી તપાસની કામગીરી. સુરતના નવ તાલુકાના ૧૮ ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા હાથીપગા રોગના નિદાન માટે નાઈટ બ્લડ સર્વે કરી ૫૫૮૨ વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા.

News Continuous Bureau | Mumbai

Surat Night Blood Survey:  હાથીપગો મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. હાથીપગાનો ચેપ ( Elephantiasis ) ધરાવતી વ્યક્તિ બહારથી તંદુરસ્ત દેખાય છે. પરંતુ સ્વસ્થ લાગતી વ્યક્તિને પણ હાથીપગો થયો હોઈ શકે છે, જે ફક્ત લોહીના પરીક્ષણ ( Blood Test ) દ્વારા જ માલૂમ પડે છે કે તેને હાથીપગાનો ચેપ લાગ્યો છે. આ રોગના જંતુ હાડકાના પોલાણમાંથી રાત્રે જ લોહીના પરિભ્રમણમાં બહાર આવે છે. તેથી રોગના નિદાન માટે લોહીની તપાસ રાત્રિના સમયે કરવામાં આવે છે, જે સંદર્ભે મચ્છરજન્ય હાથીપગા રોગને નાબૂદ કરવા સુરત જિલ્લામાં રાત્રિના સમયે લોહી તપાસની કામગીરી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community
A night blood survey was conducted for the diagnosis of elephantiasis in Surat, the blood samples of so many persons were taken.

A night blood survey was conducted for the diagnosis of elephantiasis in Surat, the blood samples of so many persons were taken.

 

   સુરત ( Surat ) જિલ્લાના તાલુકા દીઠ એક સેન્ટીનેલ સાઈટ અને એક રેન્ડમ સાઈટ એમ કુલ નવ તાલુકાના ૧૮ ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા હાથીપગા રોગના નિદાન માટે નાઈટ બ્લડ સર્વેની ( Night Blood Survey ) કામગીરી કરી ૫૫૮૨ વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

એલિમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ અંતર્ગત કન્ફર્મેટરી મેપીંગ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના માર્ગદર્શન હેઠળ હાથીપગાના નિદાન માટે નાઈટ બ્લડ સર્વેની કામગીરીમાં પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનોની ટીમો સહભાગી બની હતી. 

A night blood survey was conducted for the diagnosis of elephantiasis in Surat, the blood samples of so many persons were taken.

આ સમાચાર પણ વાંચો  : Share Market updates:  શેરબજારમાં સપ્ટેમ્બર મહિનાની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે થયા બંધ;  રોકાણકારોની સંપત્તિમાં થયો વધારો.. 

         નોંધનીય છે કે. હાથીપગાનો ચેપ લાગ્યા પછી ૬ થી ૮ વર્ષ પછી રોગના લક્ષણો દેખાય છે. રોગના લક્ષણો દેખાયા પછી તેની કોઈ સારવાર નથી. ફક્ત સ્વચ્છતા અને કસરત દ્વારા બીમાર વ્યક્તિની માવજત કરી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Diabetes Control Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રે આ ૧ મસાલો ચાવવો છે રામબાણ ઈલાજ; બ્લડ શુગર લેવલ કુદરતી રીતે ઘટાડવા અપનાવો આ રીત.
Intermittent Fasting Side Effects: વજન ઘટાડવાની ઘેલછામાં સ્વાસ્થ્ય સાથે ન ચેડો: જાણો કોણે ‘ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ’ ન કરવું જોઈએ, થઈ શકે છે ગંભીર નુકસાન.
Arthritis Treatment: હવે ઘૂંટણની સર્જરીની જરૂર નહીં પડે! વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી દવા જે કુદરતી રીતે ફરી ઉગાડશે ઘૂંટણની ગાદી
Early Stroke Symptoms: સાવધાન! જો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં અનુભવાય આ ફેરફાર, તો તે બ્રેઈન સ્ટ્રોકની ચેતવણી હોઈ શકે છે; તરત કરો ડૉક્ટરનો સંપર્ક.
Exit mobile version