News Continuous Bureau | Mumbai
Child labour : બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે શહેરના આંજણામાં ટોરેન્ટ પાવર સામે આવેલી મહેશ ઇન્ડસ્ટ્રીઝ એરિયા સ્થિત નિકિતા પોલી પ્લાસ્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રેડ પાડી ૧૩ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો અહીં સીવણ મશીન અને પેકિંગનું કામ કરતા હતા. જેમાંથી ૩ બાળકો નેપાળના છે અને ૧૦ બાળકો ઉત્તરપ્રદેશના છે. ૧૩ બાળકોમાંથી ૫ બાળકો ૧૨ થી ૧૩ વર્ષનાં છે અને ૮ બાળકો ૧૬ થી ૧૭ વર્ષના છે. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ વી.આર. પોપાવાલા બાલાશ્રમ-કતારગામમાં રાખવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro Train: આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો બપોરના આટલા વાગ્યા સુધી જ રહેશે કાર્યરત… જાણો કારણ..
આ કાર્યવાહીમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, મનપાના કર્મચારીઓ અને અન્ય વિભાગોએ કાર્યવાહી કરી હતી. બાળકોના ડોકયુમેન્ટસ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.