News Continuous Bureau | Mumbai
CM Bhupendra Patel: સુરત ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૮ સમાજસેવકોને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
શ્રી સાંવરપ્રસાદ રામપ્રસાદ બુધીયા
સાંવરપ્રસાદ બાળપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા છે. સાધ્વી ઋતંભરાજી સાથે મળીને સંસ્કૃતિ રક્ષણમાં કાર્યક્રમો કર્યા. પ્રદૂષણના ખપ્પરમાંથી સમાજને બચાવવા અને પર્યાવરણ રક્ષા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. તિરંગા રેલી દ્વારા દેશભક્તિની ભાવના યુવાઓમાં જગાડી. કિન્નર સમાજના ઉત્થાન માટે કાર્ય કર્યું. નદી પૂજા અને નદીઓને શુદ્ધ કરી નદી સંરક્ષણનું કાર્ય કર્યું. સુરત ‘નમામિ તાપી’ પહેલ હેઠળ રોજ તાપી આરતીનું આયોજન કરે છે.

શ્રી સુધા કાકડિયા નાકરાણી
સુધા નાકરાણી સમાજસેવિકા અને ફેશન ડિઝાઈનર છે, તેમણે પોતાની સંસ્થામાં હજારો દીકરીઓને સુસંસ્કૃત અને મર્યાદાસભર વસ્ત્રો બનાવવાનું શીખવીને પગભર બનાવી છે. ‘હું છુ વીરાંગના’ અભિયાન દ્વારા માતાઓ અને દીકરીઓને આત્મહત્યા ન કરવા શપથ લેવડાવે છે. સુધાબેને ૩ લાખ હેન્ડવર્ક પીસવાળા ક્રિએટિવ કપડા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વારલી પેઇન્ટિંગ દ્વારા રામાયણના ચિત્રો બનાવીને યુવાનોમાં શીલ, સંસ્કૃતિ અને સદાચાર રક્ષાનો સંદેશ પણ આપે છે.
આ સમાચાર પણ વાંચો : PM Awas Yojana: કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે સુરત ખાતે પ્રધાનમંત્રી આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, આટલા લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર..
શ્રી નંદકિશોર શર્મા
ભારતીય સંસ્કૃતિના મૂળિયાને મજબૂત કરવા અને સમાજમાં વ્યાપેલી અનૈતિકતા સામે અડીખમ ઉભા છે. યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને તેમને પગભર બનાવવાની સાથે રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ રક્ષાની ભાવના જગાડવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ૫૦ થી વધુ નવરાત્રી દરમ્યાન ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓના કન્યાપૂજનના કાર્યક્રમો કરીને દેશમાં માતૃશક્તિ સન્માનનો ભાવ પ્રગટે તે માટે પ્રયાસ કર્યો. ૧૮૦૦ જેટલી દીકરીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો.
શ્રી કેશવભાઈ ગોટી
શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે. યુવા પેઢીને સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અનેક યુવાનોને ખરાબ આદતોથી મુક્ત કરાવી ઉત્તમ નાગરિક બનાવ્યાં છે. માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી, નકસલ પ્રભાવિત, સરહદી અને ગરીબ વિસ્તારોમાં ૨૧૬ થી વધુ શાળાઓનું નિર્માણ કરાવવામાં મુખ્ય ફાળો આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Pilibhit Encounter: ઉત્તર પ્રદેશમાં મોટું એન્કાઉન્ટર, ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આટલા આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો..
.
શ્રી ગીતાબેન શ્રોફ
છેલ્લા ૩૦ વર્ષથી સમાજસેવા માટે કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધન હેતુ બાળકો માટે ‘બૌદ્ધિક વિકાસ સંકુલ’ નામ હેઠળ ૧૭ થી વધુ કેમ્પ કર્યા. બળાત્કાર, યૌનશોષણ જેવા સંવેદનશીલ વિષયો પર બે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. મહિલાઓનું જાતીય શોષણ અટકાવવા જાગૃતિ સેમિનાર કરાવ્યા. ૨૦ હજાર દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાવી. સુરત પોલીસ સાથે મળીને વૃદ્ધાશ્રમોના ૭૦૦ વૃદ્ધોને દત્તક લઇ યુવાઓ અને વૃદ્ધોને સાથે જોડી એકમેકના પથદર્શક મિત્ર બનાવ્યા.

.
શ્રી તરૂણ મિશ્રા
હેલ્પડ્રાઇવ ફાઉન્ડેશનના સ્થાપક તરૂણ મિશ્રા ગુજરાતના વિવિધ શહેરોમાં શેલ્ટર હોમ ચલાવે છે. જરૂરિયાતમંદોની મદદની સાથે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા અને યુવાનોને જાગૃત કરવા માટે સતત કાર્યરત છે. છેલ્લા નવ વર્ષથી સમાજસેવાના ક્ષેત્રમાં કાર્યરત તરૂણ મિશ્રા પોતે પણ શેલ્ટર હોમમાં રહી ચૂક્યા છે, અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તેઓ હજારો યુવાનોના માર્ગદર્શક બન્યા છે.
આ સમાચાર પણ વાંચો : Pune Hit And Run : પુણેમાં વધુ એક હિટ એન્ડ રન, ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડ્યા;આટલા લોકોના નિપજ્યા મોત..
.
શ્રી કોમલબેન સાવલિયા
પ્રેરક વક્તા, કાઉન્સેલર, શિક્ષક, બીએપીએસ સંસ્થામાં સ્વયંસેવક તરીકે ૨૦૦૮ થી સંસ્કૃતિનું રક્ષણ થાય, ચારિત્ર્યવાન સમાજ તૈયાર થાય, પારિવારિક મૂલ્યોનું જતન થાય, બાળકો આધ્યાત્મિક માર્ગે વળી ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ વિષય પર દર અઠવાડિયે જુદા જુદા વિસ્તારોમાં સભાનું આયોજન કરે છે. ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મળીને તેમની કૂટેવ દૂર કરવાનો પ્રયાસ કર્યો. સુરત અને સૌરાષ્ટ્રની ૬૦થી વધુ શાળાઓમાં પેઈન્ટિંગ સેમિનાર કર્યા.
.
શ્રી પ્રતિભા દેસાઈ (વકીલ)
પ્રતિભા દેસાઈ છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષણ માટે કાર્યરત છે. તે અનેક રેપ પીડિતાઓ અને એસિડ એટેક સર્વાઇવર માટે આશાનું કિરણ બનીને ઊભરી આવ્યા છે. પોતાનું જીવન પીડિતોને ન્યાય અપાવવા અને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે સમર્પિત કર્યું છે. ૧૧૦૦ કર્મકાંડી બ્રાહ્મણોને શાસ્ત્ર અને શસ્ત્રની દીક્ષાનો વિશાળ કાર્યક્રમ કરી તેમને પગભર કરવાનો પ્રયત્ન કર્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.