News Continuous Bureau | Mumbai
- ભેળ-પરબ રોડનું વિસ્તરણ સાથે ખાનપુરથી સત્તધામ ગૌશાળા રોડના નિર્માણ થશે
- કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની રજૂઆતને રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ
CMGSY: રૂ.232 કરોડના ખર્ચે કામરેજ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને સુવિધાપથ યોજના હેઠળ જનસુવિધામાં વધારો કરતા માર્ગોનું નિર્માણ થશે: રાજ્ય સરકારે માર્ગ નિર્માણની મંજૂરી આપી છે. ઊંભેળ-પરબ રોડનું વિસ્તરણ સાથે ખાનપુરથી સત્તધામ ગૌશાળા રોડના નિર્માણ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ વિભાગ દ્વારા કામરેજના લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂરી થઈ છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (CMGSY) અંતર્ગત 3.15 કિલોમીટર લંબાઈના ઊંભેળ-પરબ રોડના વિસ્તરણ (વાઇડનીંગ)ની કામગીરી, જેનો અંદાજિત ખર્ચ રૂ. 1.62 કરોડ (162 લાખ) છે, તેમજ સુવિધાપથ યોજના હેઠળ 0.45 કિલોમીટર લંબાઈના ખાનપુરથી સત્તધામ ગૌશાળા રોડના નિર્માણ માટે રૂ. 70 લાખ મળી કુલ 232 કરોડની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સડક માર્ગની સુવિધા અને સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ સુધારો સાથે ગ્રામીણ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય અને યાતાયાત સુવિધાઓને ગતિ મળશે.
આ સમાચાર પણ વાંચો: Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે
CMGSY: કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની રજૂઆતને રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમના સતત પ્રયત્નો અને સરકાર સાથેના સંવાદની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કામરેજ તાલુકાના નાગરિકોએ આ નિર્ણયને આવકાર્યો છે. આ મહત્ત્વપૂર્ણ વિકાસકાર્ય માટે મંત્રીશ્રી પાનશેરીયાએ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ અને મકાન વિભાગનો કામરેજની જનતા વતી આભાર કરી આ માર્ગો વિસ્તારના લોકો માટે સરળ અને સુગમ પ્રવાસ સુનિશ્ચિત કરશે, તેમજ વિસ્તારના વિકાસને નવી ગતિ આપશે એમ જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed