News Continuous Bureau | Mumbai
Surat: રક્તપિત્ત રોગ અંગે લોકજાગૃત્તિ કેળવાય અને તેને રોકવાના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી તા.૩૦મી જાન્યુઆરીને વિશ્વભરમાં ‘રક્તપિત્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ ( State Health Department ) દ્વારા રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ રક્તપિત્ત જનજાગૃતિ ( Leprosy Awareness ) અર્થે તા. ૩૦ જાન્ય.થી ૧૩ ફેબ્રુ. દરમિયાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” ( Sparsh Leprosy Awareness Campaign ) નો શુભારંભ કરવામાં આવ્યો છે. “આ અભિયાન હેઠળ “Ending Stigma, Embracing Dignity”- પખવાડિક”ની થીમ પર રક્તપિત્ત વિશે જન-જાગૃતિની કામગીરી હાથ ધરાશે.
તા.૩૦મી ના રક્તપિત્ત દિને ( Leprosy Day ) નવી સિવીલ હોસ્પિટલ ( New Civil Hospital ) સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ દ્વારા જનજાગૃત્તિ રેલી યોજાઈ હતી. જેમાં ડો.જ્યોતિ ગુપ્તા (વિભાગીય નાયબ નિયામક,સુરત ઝોન), ડો.અનિલ પટેલ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી), ડો.યોગેશ પટેલ (હેડ ઓફ સ્કીન ડિપાર્ટમેન્ટ, નવી સિવીલ), આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ફિઝિયોથેરાપી કોલેજ અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, લેપ્રસી વિભાગ અને નવી સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ અને ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, એમ.પી.એચ.ડબ્લ્યુ., એસએસઆઇ એસએમસી અને પેરામેડિકલ સ્ટાફ સહિત ૫૦૦ લોકો જોડાયા હતા.
રેલી દરમિયાન લેપ્રસીના દર્દી સાથે આપણે કોઇપણ પ્રકારનો ભેદભાવ ન કરવા, વ્યક્તિગત અને સામૂહિક રીતે રકતપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે ઘૃણા કે ભેદભાવને દૂર કરવા અને રકતપિત્ત નાબૂદી માટે યોગદાન આપવા મહાત્મા ગાંધીજીએ રકતપિત્ત દર્દીઓની કરેલી સેવા સહિતના પાસાઓ અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી. ઉપસ્થિત સૌએ “ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ” એવા ધ્યેયસૂત્ર સાથે પ્રતિજ્ઞા લીધી હતી.

Dated for leprosy awareness in Surat district. 30 Jan to 13 Feb Meanwhile, the launch of “Sparsh Leprosy Awareness Campaign
સુરત જિલ્લામાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ ની વસ્તીએ ૦.૬૦
સુરત શહેર-જિલ્લામાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ ની વસ્તીએ ૦.૬૦ અને તાપી જિલ્લામાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ ની વસ્તીએ ૨.૩૩ છે. એટલે કે સુરત જિલ્લામાં પ્રતિ ૨૦,૦૦૦ લોકોમાં એક વ્યક્તિને રક્તપિત્ત થાય છે. જ્યારે ગુજરાતનો રક્તપિત્તનો પ્રમાણદર ૧૦૦૦૦ ની વસ્તીએ ૦.૩૯ છે. ડિસેમ્બર-૨૦૨૩ અંતિત કુલ ૧૨ માથી ૮ હાઈએન્ડેમિક જિલ્લાઓ (વડોદરા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ, દાહોદ અને છોટાઉદેપુર)માં રોગનું પ્રમાણદર ૧ કરતા ઓછું લાવવામાં સફળતા મળી છે એમ પબ્લિક હેલ્થ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસરશ્રી ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai : RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન ઉદ્ધવ ઠાકરે સાથે માતોશ્રી ખાતે કરી મુલાકાત, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ચર્ચાનું બજાર ગરમ
સ્પર્શ કરવાથી રક્તપિત્ત ફેલાય છે એ માત્ર ભ્રમણા
રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. સ્પર્શ કરવાથી રક્તપિત્ત ફેલાય છે એ માત્ર ભ્રમણા છે. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતો નથી. છેલ્લા સાત વર્ષમાં સુરત જિલ્લામાં ૩૭ અને તાપી જિલ્લામા ૧૧ જેટલી રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી રક્તપિત્ત દર્દીઓની વિકૃતિ દૂર કરાઈ છે. સુરત અને તાપી જિલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ (ડીસેમ્બર -૨૦૨૩ અંતિત) સુધીમા અનુક્રમે રક્તપિત્તના કારણે પગમાં બધિરતા ધરાવતાં કુલ-૬૧૦૧ અને ૨૯૨૭ રક્તપિત્તગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પૂરા પડાયા છે. જેના કારણે પગમાં બધિરતા ધરાવતાં રક્તપિત્તગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર)થી બચાવી શકાય છે.

Dated for leprosy awareness in Surat district. 30 Jan to 13 Feb Meanwhile, the launch of “Sparsh Leprosy Awareness Campaign
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે. કોરોનાકાળ દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૩ દરમ્યાન રક્તપિત્તના વણશોધાયેલ દર્દીઓ શોધવા એક્ટિવ ડિટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરિયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જાણીએ રક્તપિત્ત શું છે? તેના ચિહ્નો-લક્ષણો
રક્તપિત્ત માઈક્રોબેક્ટેરિયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉંમરે સ્ત્રી અથવા પુરૂષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ/અપંગતા અટકાવી શકાય છે. રક્તપિત્ત રોગના ચિહ્નો-લક્ષણોમાં શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું અને જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો એ છે.
આ સમાચાર પણ વાંચો : Imran Khan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધ, હવે આ કેસમાં કોર્ટે ફટકારી તેની પત્ની બુશરા બીબી સાથે 14 વર્ષની સજા..
રક્તપિત્તના દર્દીને સારવાર કયાંથી મળે?
રક્તપિત્ત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડિસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી.(મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઅઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.