News Continuous Bureau | Mumbai
Surat: સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ઉત્સાહપૂર્વક ઉજવાયેલા લોકશાહીના પર્વમાં નાના–મોટા સહિત દરેક મતદારોએ ( Voters ) સહભાગિતા દર્શાવી હતી. મતદાનનું વિશેષ મહત્વ જણાવતા સુરતના ખટોદરા સ્થિત નગર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે આવેલા કેના પટેલે પ્રથમ વખત મતદાન ( Lok Sabha Elections ) કરી, લોકશાહીમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મતદાનનું સવિશેષ મહત્વ હોવાથી દરેક નાગરિકે નૈતિક ફરજના ભાગરૂપે અચૂક મતદાન કરવું જોઈએ.
પ્રથમ વખત મતદાન માટે અનેરો ઉત્સાહ ધરાવતા ( Kena Patel ) કેના પટેલે મતદાન ( Voting ) કરવા માટે મિત્રો સાથે ફરવા જવાનું પણ ડીલે કર્યું હતું. તેમણે જણાવ્યું અમારી ફરવા જવાની ટિકિટ્સ મતદાનના દિવસની જ આવતી હોવાથી મેં તે કેન્સલ કરાવી નવી કઢાવી હતી. જેથી હું કોઈ પણ સંજોગોમાં મતદાનની અમૂલ્ય તકનો લાભ લઈ શકું.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ: વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.