News Continuous Bureau | Mumbai
Surat New Civil Hospital: સમાજમાં દાનનું ( Donation ) વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બે હાથથી કરવામાં આવેલ દાન આપણને હજારો હાથથી પરત મળે છે.ત્યારે આજે નવી સિવિલ હોસ્પિટલ સુરત ( Surat ) ખાતે સામાજિક કાર્યકર્તા ( Social worker ) ડો.અનિલભાઇ નાયકના ( Dr. Anilbhai Nayak ) માતાશ્રી વિદ્યાબેન જયદેવભાઇ નાયકના ( Vidyaben Jaydevbhai Nayak ) જન્મ દિન ( Birthday ) નિમિતે તાજા જન્મેલા ( Newly Born Child ) ૮૬ બાળકોને કીટ્સનું દાન ( Donation of kits) કર્યું હતું તેમજ દર્દીઓની ( patients ) સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી.

Donations poured in at the Surat New Civil Hospital, kits were distributed to 86 newly born children
આ પ્રસંગે મુળ મહેસાણાના સામાજિક કાર્યકર ડો.અનિલભાઇ નાયકએ જાણાવ્યુ કે “નાનાપણથી જ માતાશ્રીએ દાન કરવાનો મહિમા સમજાવ્યો હતો.જેથી દર વર્ષ માતૃશ્રીના જન્મ દિને વિવધ સ્થળો પર દાન આપી એમના જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ.એમને પહેલાથી જ નાના બાળકો પ્રત્યે અતૃત પ્રેમ, લાગણી હતી.

Donations poured in at the Surat New Civil Hospital, kits were distributed to 86 newly born children
જેથી મારા મનમાં વિચાર આવ્યો કે એમના જન્મદિવસે તાજા જન્મેલા બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવું એજ એમના માટે સાચી ગ્રીફ્ટ છે.જેથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાનો સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા ૮૬ બાળકોને કીટ વિતરણ કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી.

Donations poured in at the Surat New Civil Hospital, kits were distributed to 86 newly born children
આ સમાચાર પણ વાંચો : Israel Under Attack: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલા વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી, આપી આ સલાહ..
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જાણાવ્યું હતું કે,“માતાશ્રી વિદ્યાબેન જગદીશભાઇ નાયકાના જન્મદિવસ નિમિતે સુરત સિવિલ હોસ્પિટલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોની જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે ઘોડિયું, ગોદડી, રૂમાલ, કપડાંની કીટ્સનું અર્પણ કર્યું હતું.આવા પ્રસંગો ખરેખર એક શીખ આપે છે, જન્મદિવસ નિમિતે આવા ભગીરથ કાર્ય કરવાથી સાચા જન્મદિવસની ઉજવણી કરી કહેવાય છે.

Donations poured in at the Surat New Civil Hospital, kits were distributed to 86 newly born children
આ પ્રસંગે નવી સિવિલના આર.એમ.ઓ.ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા સહિત નવી સિવલના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Donations poured in at the Surat New Civil Hospital, kits were distributed to 86 newly born children