Israeli-Palestinian conflict : ઈઝરાયલના PM નેતાન્યાહુએ યુદ્ધનું એલાન કર્યું, હમાસ વિરુદ્ધ શરૂ કર્યું ‘આ’ ‘ઓપરેશન…

Israeli-Palestinian conflict :આજે સંપૂર્ણ આયોજન સાથે હમાસે ઈઝરાયેલમાં ઘુસીને તેના કેટલાક લશ્કરી વાહનો કબજે કર્યા હતા. આર્મ્સ ગ્રુપ હમાસ અહીં જ ન અટક્યું, તેણે પાંચ ઈઝરાયેલ સૈનિકોનું પણ અપહરણ કર્યું. આ હુમલામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. તેમજ 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલે 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ' જાહેર કર્યું છે. ઇઝરાયલી સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટીમાં લશ્કરી કાર્યવાહીમાં આ એક નવો એપિસોડ છે. આ ઓપરેશન ખૂબ જ ખાસ છે.

by Hiral Meria
Israeli-Palestinian conflict : Israel strikes back with Operation Iron Swords in Gaza after massive Hamas attack

News Continuous Bureau | Mumbai 

Israeli-Palestinian conflict :પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ( Palestinian terrorists ) 6 ઓક્ટોબરના રોજ અચાનક ઇઝરાયેલ ( Israel )  પર 5,000 રોકેટથી હુમલો ( Rocket attack ) કર્યો. સાથે તેઓએ ઇઝરાયલી સૈનિકોનું ( Israeli soldiers ) અપહરણ પણ કર્યું હતું. ઈઝરાયેલની મહિલા સૈનિકો ( Women soldiers ) છીનવાઈ ગઈ. આના થોડા જ કલાકોમાં ઈઝરાયેલના વડાપ્રધાન ( Israeli Prime Minister ) બેન્જામિન નેતન્યાહુએ ( benjamin netanyahu ) ઈઝરાયેલના સૈનિકોને સમગ્ર ગાઝા પટ્ટીને ( Gaza Strip ) ખતમ કરવાનો આદેશ આપતા કહ્યું કે અમે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ સામે યુદ્ધની ( War ) ઘોષણા કરીએ છીએ.

‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ ( Operation Iron Swords ) શરૂ

પેલેસ્ટાઈન આતંકવાદીઓના હુમલા બાદ હવે ઈઝરાયલે પેલેસ્ટાઈનીઓને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષના ભાગરૂપે ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ માટે ઈઝરાયેલની સેનાએ હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે. આ અંતર્ગત ડઝનબંધ યુદ્ધ વિમાનો ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓના અડ્ડા પર બોમ્બમારો કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હવે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. આ કોઈ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલના નાગરિકો અને દેશ સામે ઘાતક હુમલા શરૂ કર્યા છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદી વસાહતોને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ મોટા પાયે હથિયારો એકત્ર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. નેતન્યાહુએ ચેતવણી આપી છે કે હવે દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે જેના વિશે તેણે વિચાર્યું પણ નહીં હોય.

આ સમાચાર પણ વાંચો : Israel Under Attack: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલા વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી, આપી આ સલાહ..

પેલેસ્ટિનિયન જમીન અને હવાઈ હુમલા

પેલેસ્ટિનિયન આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને કેટલાક લશ્કરી વાહનો કબજે કરી લીધા હતા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ હુમલાઓમાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. યહૂદીઓની રજા દરમિયાન ગાઝાથી ઇઝરાયેલ પર સંયુક્ત હુમલો થાય છે. હમાસ આતંકવાદીઓ દ્વારા રોકેટ અને જમીન પર ઘૂસણખોરી કરવામાં આવી છે. ભારતમાં ઈઝરાયેલના દૂતાવાસે કહ્યું કે આ કોઈ સામાન્ય હુમલો નથી, ઈઝરાયેલ ચોક્કસપણે જીતશે.

ભારતે જારી કરી એડવાઇઝરી
ભારતે ‘યુદ્ધની સ્થિતિ’ વચ્ચે ઈઝરાયેલમાં તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. શાર હાનેગેવ પ્રાદેશિક પરિષદના મેયર ઓફિર લેબસ્ટીન, ઇઝરાયેલ પર હમાસના હુમલામાં માર્યા ગયા છે. મેયરના કાર્યાલયે જણાવ્યું હતું કે મેયર “આતંકવાદી હુમલા” દરમિયાન શહેરનો બચાવ કરવા ગયા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. લીબસ્ટીનની હત્યા બાદ ડેપ્યુટી મેયર યોસી કેરેન પદ સંભાળશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More