News Continuous Bureau | Mumbai
Surat : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ( Narendra Modi ) વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યની તમામ વિધાનસભાઓમાં ( assemblies ) સમાવિષ્ટ કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ ( E-launch ) અને ખાતમુહૂર્ત કર્યું હતું, તેમણે આવાસ યોજનાઓના લાભાર્થીઓ ( Housing Schemes Beneficiaries ) સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કર્યો હતો. આ રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ ૬ વિધાનસભાઓમાં કુલ ૬,૧૫૧ આવાસોના ઈ-લોકાર્પણ યોજાયા હતા. જેમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ( Mukeshbhai patel ) ઓલપાડમાં આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, હાથીસા રોડ ખાતે, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ માંડવીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા કામરેજ ચાર રસ્તા પાસે અવંતિકાપૂરી સોસાયટી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કરાવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારના આ કાર્યક્રમોમાં લાભાર્થીઓ સહિત ૩૩૧૭૦ ગ્રામજનો-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે લાભાર્થી માતા-બહેનોએ ખૂબ હર્ષથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.#ViksitBharatViksitGujarat #PMAwasYojana #HousingForAll pic.twitter.com/TzgOeVuLiz
— Mukesh Patel (@mukeshpatelmla) February 10, 2024
કામરેજ વિધાનસભાના ૧૯૨૫ આવાસો, ઓલપાડના ૧૭૩૯ આવાસોનું લોકાર્પણ, માંડવીના ૧૫૫૨ સુવિધાયુક્ત આવાસોનું લોકાર્પણ અને ૩૫૫ આવાસોનું ખાતમુહૂર્ત સહિત છ વિધાનસભાઓમાં ૬૧૫૧ આવાસોના ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું. જેના થકી એક સાથે ૬,૧૫૧ને સપનાનું ઘર મળ્યું છે. સુરતના માંડવી વિધાનસભા મતવિસ્તારમાં આવતા સોનગઢ તાલુકાના ૬૯૨ તેમજ સુરતના મહુવા વિધાનસભા મતવિસ્તારમાં આવતા તાપીના વાલોડ તાલુકાના ૫૬૨ આવાસો સહિત કુલ ૬,૧૫૧ લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવેલ છે.
આ સમાચાર પણ વાંચો : Zeeshan Siddique: કોંગ્રેસમાં ગાબડું. બાબા સિદ્દીકી પછી તેના દીકરાએ આદિત્ય ઠાકરે વિરુદ્ધ મોરચો માંડ્યો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)