News Continuous Bureau | Mumbai
Surat Economic Region: ‘સુરત ઈકોનોમિક રિજીયન’ને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટેના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન લોન્ચ અંતર્ગત સુરત ખાતે ‘શિક્ષણ અને રોજગાર’ વિષય પર નિષ્ણાંતો દ્વારા સંવાદ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય સરકારના ટેકનિકલ એજ્યુકેશન વિભાગ સાથે સુરતના વિવિધ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૫ એમ.ઓ.યુ સાઇન કરાયા હતા.
આ પ્રસંગે રાજ્યના ટેકનિકલ એજયુકેશન કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વર્તમાન યુગમાં ભણતરની સાથે વિશિષ્ટ જ્ઞાન અને આવડત(સ્કિલ)નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, સુરતના સર્વાંગી વિકાસમાં શૈક્ષણિક ( Education ) પાસાની અતિમહત્વની ભાગીદારી છે. જે માટે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં અપાતા જ્ઞાન, સ્કિલ ડેવલપમેન્ટ ( Economic Development Plan ) અંગે ઉપયોગી સમજ આપી હતી. તેમણે સમય સાથે શિક્ષણમાં લાવવા પડતાં આવશ્યક બદલાવો અંગે ચર્ચા કરી શાળા-કોલેજોમાં અપાતી શિક્ષા કે વ્યવહારૂજ્ઞાન ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ એવો મત વ્યક્ત કરી આ માટે સતત રિ-લર્ન અને રિ-સ્કિલ કરવા પર ભાર મૂકયો હતો.

Expert Dialogue held on ‘Education, Skill Development and Employment’ for overall development of Surat
વધુમાં તેમણે કહ્યું કે, સુરતમાં ટેક્સટાઇલ અને હીરાની સાથે પ્રવાસન, ખેતી તેમજ કેમિકલ ફાર્મા જેવા ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવા સ્કીલ્ડ શિક્ષણની ( Skill Development ) ખૂબ જરૂર છે. જે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું હતું. ‘માઇન્ડ ટુ માર્કેટ’ના લક્ષ્યાંકને સિધ્ધ કરવા યુવા પેઢીના નવા વિચારોને તક આપવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ( Employment ) પર ભાર મૂક્યો હતો.

Expert Dialogue held on ‘Education, Skill Development and Employment’ for overall development of Surat
આ સમાચાર પણ વાંચો : Swachhata Hi Seva 2024: શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘સ્વચ્છતા હી સેવા 2024’માં લીધો ભાગ, અભિયાન દરમિયાન આ સ્પર્ધાઓનું પણ કરવામાં આવશે આયોજન.
આ પ્રસંગે ( Gujarat ) અસોશિયેશન ઇંડિયન યુનિ.ના સેક્રેટરી જનરલ શ્રીમતિ પંકજ મિત્તલ, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ વિભાગના શ્રીમતિ ગાર્ગી જૈન, ઉચ્ચ શિક્ષાણ વિભાગના ગૌરવ દિનેશ સહિતના શિક્ષણવિદોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મહત્વ તેમજ ઉચ્ચ શિક્ષણ અને રોજગારી માટે સ્કિલ દેવલોપમેન્ટના મહત્વની ચર્ચા કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.