News Continuous Bureau | Mumbai
Gram Panchayat General Election-2025: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૨/૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર I/C પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે પાર પાડવા હેતુસર મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત શહેરના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, ચુંટણી એજન્ટ, કાર્યકરો, સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ, મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMS મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ SVAP કાર્યક્રમ અંતર્ગત ભારતના ચુંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરાતા SMSને લાગુ પડશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.