News Continuous Bureau | Mumbai
Hit Run and Dragged: ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં હિટ રન એન્ડ ડ્રેગનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિવાળીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ (Checking drive) ચાલી રહી છે. આ જ ક્રમમાં પોલીસે સ્કોડા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારને રોકવાને બદલે ધોરણ-12માં અભ્યાસ કરતા એક નબીરાએ પોલીસકર્મીને પોતાની કારના બોનેટ પર લગભગ 400 મીટર સુધી ખેંચી ગયો હતો. આ હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરા માં પણ કેદ થઈ ગઈ છે.
જુઓ વિડીયો
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ મામલો સુરતના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના અલકાપુરી ઓવર બ્રિજ નીચેનો છે. વાયરલ સીસીટીવી (CCTV) ફૂટેજમાં જોઈ શકાય છે કે એક સફેદ કલરની ફાસ્ટ કાર રાત્રે રોડ પર દોડી રહી છે. બોનેટ પર લટકતો એક પોલીસકર્મી પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ડ્રાઈવરની હરકત જોઈને પોલીસ દોડતી થઈ
રોડ પર સર્કલ પાસે કાર સ્પીડ બ્રેકર કૂદી જતાં જ બોનેટ (Bonnet) થી લટકતો પોલીસકર્મી નીચે પડી જાય છે. કાર ચાલકની આ ખતરનાક કાર્યવાહી જોઈને વાહન ચેકિંગ કરી રહેલા અન્ય પોલીસકર્મીઓ દોડી ગયા હતા. ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Bharat Jodo Yatra 2: 2024માં PM મોદીને પડકાર! કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળશે, જાણો ક્યારે થશે શરૂઆત..
ડ્રાઇવર સામે નોંધવામાં આવ્યો હત્યાના પ્રયાસનો ગુનો
પોલીસકર્મીને બોનેટ પર ખેંચનાર કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ કાર પણ જપ્ત કરવામાં આવી છે. સુરત પોલીસના એસીપીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ક્રમમાં કતારગામ પોલીસ સ્ટેશનની ટીમ અલકાપુરી બ્રિજ નીચે વાહનોનું ચેકિંગ કરી રહી હતી.