News Continuous Bureau | Mumbai
Surat : આકસ્મિક દુર્ઘટના, અકસ્માતોમાં દર્દીઓ, ઈજાગ્રસ્ત લોકોની દિવસરાત નિઃસ્વાર્થભાવે આરોગ્ય સેવા કરતા સુરત ૧૦૮ ઈમરજન્સી સેવાના ( 108 Emergency Service ) કર્મચારીઓએ પ્રમાણિકતાની મિસાલ કાયમ કરી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮- નિયૉલ લોકેશનના કર્મચારીઓએ આઉટર રિંગરોડ પર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈકસવારના રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ પરિવારજનોને સોંપી પ્રમાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે .
વાત એમ છે કે, ગત તા.૩૧મીએ રાત્રે ૮.૧૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સી સેવા નિયોલ લોકેશનને એક્સિડન્ટનો કોલ મળતા ૧૦૮ એમ્બ્યુલન્સ ( 108 Ambulance ) ૮.૧૪ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ૧૦૮ કર્મીઓને જણાયું કે, આઉટર રિંગરોડની નજીક એન્થમ સર્કલ ઉપર એક ટુ-વ્હીલર બાઈક લપસી ( Road Accident ) ગયું હતું, અને ૩૮ વર્ષીય બાઈકચાલક લલિતભાઈ દોંગાને માથાના ભાગે તેમ જ બંને હાથે ભાગે ઇજા પહોંચી હતી.

Honesty of Surat 108 emergency service personnel, Rs 1.10 lakh cash and mobiles handed over to injured biker’s family
૧૦૮ કર્મીઓએ ઈજાગ્રસ્તને ૧૦૮ વાનમાં તાત્કાલિક નજીકની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત લલિતભાઈની પાસે રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ ફોન, બાઇકની ચાવી અને એક બેગ હતી. જે તમામ સુરક્ષિત રાખીને હોસ્પિટલ પહોંચેલા દર્દીના પરિવારજનોને ૧૦૮ના ઇએમટી વિપુલભાઈ જાની તેમજ પાઈલટ અનિલભાઈ બામણીયાએ તેમને સુપરત કર્યા હતા. આમ, ઈજાગ્રસ્તનો જીવ બચાવવા સાથે દર્દીના નાણા સહિતની કિંમતી ચીજવસ્તુઓ પરત સોંપીને માનવતા અને પ્રમાણિકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Honesty of Surat 108 emergency service personnel, Rs 1.10 lakh cash and mobiles handed over to injured biker’s family
આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મળ્યું બળ, ધારાવીની બિન-સરકારી સંસ્થાઓએ પુનઃવિકાસ સર્વેક્ષણને આપ્યું સમર્થન.
હાલમાં જ ૧૦૮ ઈમરજન્સી સેવાએ ગુજરાતમાં ( Gujarat ) સફળતાપૂર્વક ૧૭ વર્ષ પૂર્ણ કર્યા છે, આ સમયગાળામાં અનેક લોકોના જીવ બચાવ્યા છે, સાથે ઘણા રોડ અકસ્માતમાં દર્દીને ઇમરજન્સી સારવાર આપી જીવ બચાવવાની સાથે સાથે તેમની કિંમતી જણસો સલામત રીતે પરત આપી સેવા સાથે પ્રમાણિકતાના દર્શન કરાવ્યા છે. જેનું જીવંત ઉદાહરણ સુરત ૧૦૮ આરોગ્ય કર્મચારીઓએ આપ્યું છે એમ ૧૦૮ ઈમરજન્સી સેવાના ટેરેટરી ઇન્ચાર્જ રોશન દેસાઈ તેમજ સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.