News Continuous Bureau | Mumbai
- પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
International Kite Festival: રાજ્યના પ્રવાસન વિભાગ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ના રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે, રિવરહાઈટ્સ બિલ્ડીંગની સામેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેની ઉજવણીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી.
ઉજવણીના આયોજન અને પૂર્વ તૈયારીરૂપે મળેલી બેઠકમાં અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સુરતના આંગણે દેશ-વિદેશના પંતગબાજો પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતસંગીતના તાલે પતંગબાજોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ પતગબાજો પતંગ ઉત્સવની ઉજવણીમાં જોડાશે. પતંગબાજોની સાથે સુરતના શોખીન પતંગબાજો પણ જોડાય તેમજ ઘરઆંગણે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓ મનભરીને માણે તેવા આયોજનમાં કોઈ કચાશ રહી ન જાય તે માટેની અમલીકરણ અધિકારીઓ સૂચના આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Nehru Yuva Kendra: સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ
પતંગ મહોત્સવમાં આ વર્ષે ૧૩ દેશોના ૩૪, ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ રાજ્યના ૧૧ તેમજ ગુજરાતના ૩૦ મળી અંદાજિત કુલ ૭૫ પતંગબાજો ભાગ લેશે. જેમના અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓને મળશે.
બેઠકમાં સુરત મનપા, પોલીસ, પ્રવાસન અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.