News Continuous Bureau | Mumbai
Jawahar Navodaya Vidyalaya: આગામી તા.૧૮મી જાન્યુ.ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫નું આયોજન સુરત જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રોમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રજિસ્ટર થયેલા ઉમેદવારો સમયસર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે પોતપોતાના પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અનુરોધ છે. એક્ઝામ એડમિટ કાર્ડ અગાઉથી ડાઉનલોડ કરી લેવું. કાર્ડમાં આપેલી સુચનાઓનું પાલન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન વખતે થયેલી નામની જોડણી, કેટેગરી, જન્મતારીખ, સરનામું કે અન્ય ભૂલો (સિવાય પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાનું માધ્યમ) સુધારવા માટે પૂરતા દસ્તાવેજો સાથે સાદી અરજી રજૂ કરવાની રહેશે એમ જવાહર નવોદય વિદ્યાલય-વાંકલ. તા. માંગરોળ(જિ.સુરત)ના પ્રિન્સિપાલની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: ITI Majura: સુરત જિલ્લામાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો પર માર્ગદર્શન, ITI Majuraમાં સેમિનાર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.