News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 :
*ઉમેદવારો અને રાજકીય પક્ષોએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિજ્ઞાપનો પ્રસારિત કરે તે પહેલા ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી અવશ્ય મેળવવાની રહેશે*
*ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા વર્તમાનપત્રોમાં અપાતા ‘પેઇડ ન્યૂઝ’ પર ચૂંટણી પંચની ચાંપતી નજર*
*ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર સુરત જિલ્લા સ્તરે MCMC સમિતિની રચના*
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ચૂંટણી લડતાં ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ ઉપર ચૂંટણીપંચ ઝીણવટપૂર્વક નજર રાખી નિરીક્ષણ કરી રહ્યું છે. જે કામગીરી માટે ભારતના ચૂંટણી પંચનાં માર્ગદર્શન અનુસાર રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ કમિટી (MCMC)ની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતી પેઇડ ન્યૂઝ જેવી બાબતો ઉપર MCMC બાજ નજર રાખી તેનું નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરશે.
સુરત જિલ્લા સ્તરીય માધ્યમ પ્રમાણિકરણ અને દેખરેખ સમિતિ (MCMC)ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષપદે રચના કરવામાં આવી છે. જેમાં સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામકશ્રી સુરત, સભ્ય તરીકે નાયબ કલેકટર સિટી પ્રાંત, અન્ય સભ્યશ્રી ક્ષેત્રીય પ્રચાર અધિકારી(PIB), જિલ્લા પ્રોજેક્ટ મેનેજર(GIL)-સુરત તથા આકાશવાણીના સ્ટેશન ડિરેકટર-સુરતની નિમણુંક કરવામાં આવી છે.
આ સમિતિ બે પ્રકારની મુખ્ય કામગીરી કરશે. આ કમિટી દ્વારા રાજકીયપક્ષો તરફથી વિજાણું માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણીત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મિડીયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે(પેઈડ ન્યુઝ)ની કામગીરી કરવામાં આવશે. જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણિકરણ તથા પેઇડ ન્યૂઝ સંબંધી તમામ ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમિતિ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ માધ્યમો સંબંધી વિનિયમોનો અમલ કરાવવામાં પણ આ સમિતિ સહાયભૂત બનશે. જિલ્લાની એમ.સી.એમ.સી.ના પેઈડ ન્યુઝના તમામ કેસોની તપાસ અથવા સ્વયં હાથ ધરી શકાય તેવા કેસોના સંદર્ભમાં ઉમેદવારોને નોટીસ ઈસ્યુ કરવાની સૂચનાઓ આપશે.
આ સમાચાર પણ વાંચો : Peacekeepers: ભારતે પીસકીપર્સ સામેના ગુનાઓનો રેકોર્ડ રાખવા માટે ડેટાબેઝ લોન્ચ કર્યો, GoF મીટિંગમાં કરવામાં આવી જાહેરાત.
રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારની તમામ ગતિવિધિઓ નજર રાખવા માટે જિલ્લા કક્ષાએ Electonic Media Monitoring Center(EMMC)ની પણ રચના કરવામાં આવી છે. રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો, પેઈડ ન્યુઝ અંગે સતત ઓડિયો-વિઝયુલ દ્વારા ચેનલોનું સતત મોનિટરીંગની કામગીરી આ સેન્ટરમાં કરાશે. રાજકીય પક્ષોએ રેડિયો, ટેલિવિઝનમાં જાહેરાત આપતા પહેલા આ કમિટી પાસે મંજૂરી મેળવવાની રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.