News Continuous Bureau | Mumbai
Viksit Bharat Sankalp Yatra: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ( welfare schemes ) લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ ( Olpad ) તાલુકાના વેલુક ( Veluk ) ગામે આવી પહોંચ્યો હતો, જ્યા ગ્રામવાસીઓ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) રથનું ઉમળકાભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
વનમંત્રીશ્રીએ ( Forest Minister ) વેલુક ગામના તળાવની ફરતે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ- ગાંધીનગરના વિભાગ અંતર્ગત રૂ.૨૪.૮૧ લાખ ખર્ચે ૧૧૧ મીટર પ્રોટેક્શન વોલનું વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત તથા જિલ્લા પંચાયત ૨૦૨૨-૨૩ની સ્વભંડોળ ગ્રાન્ટ રૂ. ૭.૦૦ લાખના ખર્ચે ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સ્ટ્રેથનીગ ઓફ વિલેજ અંતર્ગત ગામના તળાવ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રાનો રથ ( Sankalp Yatra Rath ) ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર ( Central Government ) અને રાજ્ય સરકારની ( State Government ) બહુવિધ યોજનાઓના લાભો છેવાડાના દરેક નાગરિકોને મળી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાને ડિજિટલાઇઝેશનને વેગ આપી લોકોના જનધન ખાતા ખોલાવ્યા જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પુરે પુરો લાભ આપી શકાય. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન કાર્ડ યોજનાને સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના જણાવી ગ્રામજનોને તેનો વિશેષ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
તેમણે કહ્યું સરકારની આયુષ્માન કાર્ડ યોજનાએ વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે. સામાન્ય લોકોના આરોગ્ય જાળવણી માટે વડાપ્રધાનશ્રીની દીર્ઘદૃષ્ટિ પ્રતિબિંબ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા ગુણવતાયુક્ત પાકનું બજાર મૂલ્ય પણ સારૂ મળે છે, ત્યારે ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
દેશની આરોગ્ય ગરિમા જાળવતી સ્વચ્છતાનું મહત્વ સમજાવી તેમણે કહ્યું કે, દરેક નાગરિકે સ્વચ્છતાને પોતાની દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. સાથે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક મુક્ત ગામડાઓ બનાવવા ગ્રામજનો સંકલ્પબધ્ધ થવું જોઈએ. જેથી ગામ,તાલુકા, જિલ્લા અને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવી સમગ્ર દેશનો વિકાસ સાધી શકાય.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
આ સમાચાર પણ વાંચો : Sandeep Lamichhane: IPL રમી ચૂકેલ નેપાળનો આ ક્રિકેટર બળત્કારના કેસમાં દોષી.. આ તારીખે સજા થશે જાહેર.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું, તેમજ વિવિધ સ્ટોલ મારફતે ઉપલબ્ધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અનુભવ જાણ્યા હતા.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
આ પ્રસંગે તા.પં.પ્રમુખ નીતાબેન પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, મહામંત્રી કિશનભાઇ પટેલ, કુલદીપસિંહ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સરપંચ નીરૂબેન સુરતી, ઉપસરપંચ શૈલેષભાઈ, તા.પં કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, પ્રાંત અધિકારશ્રી, મામલતદારશ્રી, તલાટી કમ મંત્રી, તા.પં સભ્યો, આઈસીડીએસના બહેનો, તા. હેલ્થ ઓફિસર અને મેડિકલ હેલ્થ ઓફિસર, વિવિધ ગામોના સરપંચો, આંગણવાડી અને આશાવર્કર બહેનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.