Navratri 2023: સુરતીઓ નવું લાવ્યા! સાયકલ.. સાયકલ મારી સોનાની સાયકલ.. ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને કર્યા અનોખા ગરબા

Navratri 2023: સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન સાયકલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સાયકલ ગરબા કર્યા હતા.

by Hiral Meria
Navratri 2023 Ae halo! Thrilled people play 'Bicycle Garba' on first day of Navratri in Surat

News Continuous Bureau | Mumbai 

Navratri 2023: નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રીની પહેલી રાત એટલે કે રવિવારથી ગરબા ઉત્સવના ( Garba festival ) કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે. દેશભરમાં અનેક જગ્યાએ ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતીઓ ( Gujaratis )  મોટા પાયે ગરબા ઉત્સવ ઉજવે છે.

જુઓ વિડીયો

ખેલૈયાઓનું અદ્ભુત બેલેન્સ

દરમિયાન સુરત ( Surat ) જિલ્લા ક્રિકેટ એસોસિએશન ( Cricket Association ) દ્વારા ‘સાયકલ ગરબા’નું ( bicycle garba ) આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી અનોખા ગરબાનો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સાયકલ ગરબાનો ( cycle garba ) એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથમાં દાંડિયા કરી રહ્યાં છે.

આ સાયકલ ગરબા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેણે પણ આ વિડીયો જોયો તે દંગ રહી ગયા. કારણ કે સાયકલ ગરબા કરતા લોકોનું બેલેન્સ અદ્ભુત હતું અને તેઓ એવી શાનદાર સ્ટાઈલમાં ગરબા કરતા જોવા મળ્યા હતા કે દરેક લોકો તેમના બેલેન્સના વખાણ કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Viral video : સ્કૂટી બાદ હવે કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, કેમેરામાં કેદ થઇ અશ્લીલ ઘટના.. જુઓ વિડીયો..

અમિત શાહે ( Amit Shah ) ‘કેસરિયા ગરબા’ કાર્યક્રમમાં આપી હાજરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘કેસરિયા ગરબા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ‘યુવા મંડળ સ્ટ્રીટ ગરબા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આયુષ્માન ખુરાનાએ જામનગરમાં નવરાત્રી નિમિત્તે ગરબા કર્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુજરાતના ગરબા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગરબા નવરાત્રિની ખુશીને વધુ ખાસ બનાવે છે. ગરબા કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો ભાગ લે છે.

Join Our WhatsApp Community

You may also like