News Continuous Bureau | Mumbai
Nehru Yuva Kendra: કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ( ministry of youth affairs and sports ) હેઠળના નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૧૪થી ૧૯ ડિસેમ્બર દરમ્યાન યોજાનારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ ( Kashmiri Youth Exchange program ) યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પ્રવૃત્તિઓ થકી કાશમીરના ( Kashmir ) આદિવાસી યુવાઓને ( tribal youth ) ગુજરાતની ( Gujarat ) કલા-સંસ્કૃતિથી ( art-culture ) અવગત કરી તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવાનો છે.
આ કાર્યક્રમમાં કાશ્મીરના અનંતનાગ, કુપવાડા, બરામુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામાં જેવા જિલ્લાઓમાંથી ૧૨ ટીમના ૧૨૦ યુવક યુવતીઓ ભાગ લેશે. જેમાં તેઓ સુરત શહેર તથા જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત, ગુજરાતની કલા-સંસ્કૃતિનું આદાન-પ્રદાન, રહેણીકરણી, યોજનાકીય માહિતીઓની જાણકારી, રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ, સંસ્કૃતિ, જીવનશૈલી તેમજ ભાષાની ઝાંખી કરશે. વિવિધ સેમિનારોની મદદથી તેમને વ્યાવસાયિક તાલીમ, યુવા લીડરશિપ તાલીમ, સાયબર ક્રાઇમ અવેરનેસ, જીવન કૌશલ્ય કાર્યક્રમ, જાતીય તેમજ લૈંગિક સમસ્યાઓ અને દેશભક્તિ કે રાષ્ટ્ર નિર્માણ દ્વારા સ્વ-જાગૃતિ પૂરી પાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire : મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડી અને ટીમ સ્થળ પર પહોંચી.. જુઓ વિડીયો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.