News Continuous Bureau | Mumbai
Operation Sindoor :સીમાના વીર જવાનોના સન્માનમાં અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે અનીસ(અપમૃત્યુ નિવારણ સહાય) સંસ્થાની આગેવાની હેઠળ સુરત શહેરમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૫ યુનિટ રક્તનું એકત્ર કરાયું હતું. આ શિબિરમાં સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કેમ્પમાં પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોત, ડી.સી.પી. શ્રી રાજેશ પરમાર, એ.સી.પી. દીપ વકીલ અને ઈચ્છાપોર પો.સ્ટેશનના પી.આઈ. એ.સી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ ઉલ્લેખનીય છે કે લેજન્ડ પબ્લિક સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિદ્યાર્થી બાળકો ભારતીય સેનાની યુનિફોર્મમાં મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. અનીસ સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન શ્રોફે પ્રેરણાદાયી સંબોધન કરીને રાષ્ટ્રભાવના જગાવી હતી. તેમણે કહ્યું કે, ભારતનો નાગરિક હવે માત્ર દર્શક નહિ, સક્રિય ભાગીદાર બનશે”
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor :ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ

આ શિબિરમાં મોરા ગ્રામ પંચાયત, લેજન્ડ પબ્લિક સ્કૂલ અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્કના સહયોગ માટે સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. અનીસ તરફથી આવનારા દિવસોમાં વધુ રક્તદાન અભિયાન યોજવાનો નિર્ધાર વ્યકત કરાયો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.