Pariksha Pe Charcha 2025: ‘પરીક્ષા પે ચર્ચા- 2025’ના ગ્રુપ ડિસ્કશન સેશનમાં સુરતની જે.બી. એન્ડ કાર્પ શાળાના આ વિદ્યાર્થીની પસંદગી..

Pariksha Pe Charcha 2025: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત 'પરીક્ષા પે ચર્ચા- ૨૦૨૫'ના ગ્રુપ ડિસ્કશન સેશનમાં સુરતની જે.બી. એન્ડ કાર્પ શાળાના વિદ્યાર્થીની પસંદગી

by khushali ladva
Pariksha Pe Charcha 2025 This student from J.B. & Karp School, Surat, was selected in the group discussion session of 'Pariksha Pe Charcha- 2025'.

News Continuous Bureau | Mumbai 

Pariksha Pe Charcha 2025:  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઈન્ટરેક્ટિવ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’નું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૫’ આગામી બોર્ડની પરીક્ષા પહેલા યોજાશે. આ કાર્યક્રમનાં સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા સુરતની જે.બી. એન્ડ કાર્પ ઈમ્પેક્ષ વિદ્યાસંકુલ (જીએસઈબી અંગ્રેજી માધ્યમ)ના ધોરણ-૧૦ ના વિદ્યાર્થી પ્રેમ મિલનભાઈ હિરપરાની પસંદગી થઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.

Pariksha Pe Charcha 2025 This student from J.B. & Karp School, Surat, was selected in the group discussion session of 'Pariksha Pe Charcha- 2025'.

Pariksha Pe Charcha 2025 This student from J.B. & Karp School, Surat, was selected in the group discussion session of ‘Pariksha Pe Charcha- 2025’.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો: National Startups Day: મહારાષ્ટ્રમાં ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 1000 સ્ટાર્ટઅપ્સ સાથે “એમ્પાવરિંગ ઈનોવેશન” કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન

અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૩ થી ૧૮ જાન્યુ. દરમ્યાન કુલ સાત સેશનમાં દેશભરમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓ વિવિધ થીમ મુદ્દાઓ પર સ્ટુડિયો ડિસ્કશનમાં ભાગ લેશે. પ્રેમ હિરપરાએ દિલ્હી ખાતે તા.૧૩મીએ યોજાયેલા પ્રથમ ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લીધો હતો. હવે સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેશે. જેમાં સફળ થશે તો વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ‘પરીક્ષા પે ચર્ચા’ના અંતિમ કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમાર અને શાળા પરિવારે પ્રેમ સ્ટુડિયો સંવાદમાં સફળ રહે એ માટે શુભેચ્છા પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More