News Continuous Bureau | Mumbai
PM Ekta Mall: કેન્દ્ર સરકારના ODOP (વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ) તથા ‘મેક ઈન ઇન્ડિયા’ના વિઝનને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ “પી.એમ. એકતા મોલ”નું સુરતના ( Surat ) રૂંઢ ખાતે નિર્માણ થશે. આ મોલમાં ગુજરાતના હાથશાળ હસ્તકલાના ઉત્પાદનો સાથે દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનોના પ્રદર્શન ( Handicraft products exhibition ) તથા વેચાણ માટે એમ્પોરીયા ઉભા કરવામાં આવશે. આ “પી. એમ. એકતા મોલ” માં ભારતના તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા ગુજરાતના ૩૩ જિલ્લાની ODOP સાથે GI ટેગ(જિયોગ્રાફીકલ ઇન્ડીકેશન) પ્રોડકટના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જે માટે ૧૩૪ જેટલાં એમ્પોરીયા / શો રૂમ્સ બનાવાશે. જેથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવના સાર્થક થશે.

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore
રૂ. રૂ.૩૩૯ કરોડ પૈકી રૂા. ૨૦૨ કરોડ ભારત સરકાર અને બાકીના રૂા.૧૩૭.૩૦ કરોડ રાજય સરકાર ( Gujarat Government ) ફાળવશે. હાથશાળ-હસ્તકલા, એગ્રી સેકટર, ફૂડ પ્રોસેસિંગ, મેન્યુફેકચરીંગ, મરીન જેવા સેક્ટરો, સ્ટાર્ટ અપ્સ, MSME, મહિલા ઉધોગસાહસિકોના ઉત્પાદનો મળશે. અહીં કૃષિ ક્ષેત્ર માટે એગ્રીકલ્ચર વિભાગ દ્વારા FPOs -સહકારી મંડળી/સંઘ APMC નો સમાવેશ કરવામાં આવશે.
આ એકતા મોલમાં એમ્પોરીયા / શો રૂમ્સ ઉપરાંત ક્રાફ્ટ ગેલેરી, સેમિનાર હોલ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને સેન્ટ્રલ એર-કન્ડીશન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. હસ્તકલા કારીગરોની રહેવાની વ્યવસ્થા માટે ૧૧ માળનું અલગ બિલ્ડીંગ બનશે જેમાં 1 BHK ફ્લેટ્સ, ડોરમેટરીની સુવિધાઓ તેમજ મુલાકાતીઓ અને કારીગરો માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી થશે.

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore
આ સમાચાર પણ વાંચો : Club Mahindra : ક્લબ મહિન્દ્રા સાથે અરેબિયન ડ્રીમ્સ હોટેલ એપાર્ટમેન્ટની મજા માણો: દુબઈનું પ્રીમિયર ફેમિલી અર્બન ડેસ્ટિનેશન
ગુજરાત વિધાનસભાની ( Gujarat Assembly ) જાહેર હિસાબ સમિતિએ આજે સુરતના રૂંઢ ( Rundh ) ખાતે કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિર્માણ પામનાર ‘પી.એમ.એકતા મોલ’ની સાઈટ વિઝીટ કરીને મોલના આગામી દિવસોમાં શરૂ થનાર નિર્માણકાર્ય સંબંધિત વિગતો મેળવી હતી. સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ પી. એમ. એકતા મોલ વાણિજ્યીક કેન્દ્ર નહીં, પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની વિવિધતામાં એકતા સાર્થક કરશે એમ જણાવ્યું હતું.

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore
આ અવસરે સમિતિના અધ્યક્ષ અને સભ્યો ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવશ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ સર્કિટ હાઉસ ખાતે એકતા મોલ સંબંધિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

PM Ekta Mall Ekta Mall will be constructed at Rundh, Surat at a cost of Rs.339 crore
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.