News Continuous Bureau | Mumbai
PM Internship Yojana: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ થી ૨૪ વર્ષની વયજૂથના યુવકો માટે પીએમ ઈન્ટર્નશીપ યોજના ૨૦૨૪ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૦ નવેમ્બર સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઈન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંતર્ગત યુવાઓને ભારતની અગ્રગણ્ય ૫૦૦ કંપનીઓમાં ૧૨ મહિના માટે કામ કરવાનો અવસર અને અનુભવ મળશે. આ યોજના અંતર્ગત ઈન્ટર્નશીપ ( Internship ) કરતા વિદ્યાર્થીને રૂ.૫૦૦૦ પ્રતિ માસ મળવાપાત્ર રહેશે.
આ યોજનામાં ( PM Internship Yojana ) જોડાવા માંગતા વિદ્યાર્થીની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ (૭ નવેમ્બર ૨૦૦૦ થી ૯ નવેમ્બર ૨૦૦૩ વચ્ચે જન્મેલા) હોવી જોઈએ. આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઉમેદવારોએ તા.૧૦ નવેમ્બર સુધીમાં પર ઓનલાઈન અરજી ( Online application ) કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉમેદવારના ( Indian Youth ) કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની વાર્ષિક આવક ૮ લાખથી વધુ ન હોવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Baba Siddique Murder : NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં સામે આવ્યું નક્સલ કનેક્શન, આ રાજયના નક્સલ પ્રભાવિત વિસ્તાર કરી હતી પ્રેક્ટિસ; જાણો શું હતો ‘પ્લાન બી’
વિદ્યાર્થી એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએટ કે ડીપ્લોમાં પાસ આઉટ થયેલા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, નાનપુરા ખાતે સંપર્ક સાધવા સુરતના ( Surat ) મદદનિશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.