News Continuous Bureau | Mumbai
Surat: સુરતના ઇચ્છાનાથ પાસે વસતા નિવૃત્ત વહીવટી અધિકારી ધર્મેન્દ્ર સોપારીવાલાએ ( Dharmendra Sopariwala ) ૧૩મી ગુજરાત માસ્ટર્સ સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશીપ ૨૦૨૪ની વિવિધ ૩ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવ્યો છે. સુરત ખાતે યોજાયેલી સ્ટેટ એકવેટિક ચેમ્પિયનશિપમાં ધર્મેન્દ્રભાઈએ ૬૦-૬૪ વર્ષની વયજૂથની કેટેગરીમાં ૧૦૦ મીટર બટરફ્લાય સ્ટ્રોકમાં પ્રથમ, ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય અને ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. જે માટે તેમને ગુજરાત સ્ટેટ એકવેટિક ( Gujarat Masters State Aquatic Championship 2024 ) એસોસિયેશન સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Gir National Park: ગીર નેશનલ પાર્કમાં પ્રવેશ પરમીટ માટે એડવાન્સ બુકિંગ ઓફિશિયલ વેબસાઇટથી જ કરો, ગુજરાત વન વિભાગે નાગરિકોને કરી આ અપીલ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.