News Continuous Bureau | Mumbai
Saras Mela 2025 :
- ૧૯ રાજયોની મહિલાઓના હસ્તકલાથી ઉત્પાદિત ઉત્પાદનોની સુરતીઓએ બહોળી ખરીદી કરી વોકલ ફોર લોકલનો સંદેશો આપ્યોઃ
- બેસ્ટ સેલ્સ, બેસ્ટ ડિઝાઈન અને ઈનોવેટિવ ઉત્પાદનોને જૂથને મળ્યો એવોર્ડ
- પશ્ચિમ બંગાળના મોહિની સખી ગ્રુપે ૧૨.૬૧ લાખના 3D પેઇન્ટિંગોનું વેચાણ કર્યું
- સુરતીઓએ સરસમેળામાં બહોળા પ્રમાણમાં ખરીદી કરી ગ્રામીણ વિસ્તાર રહેતી બહેનોના આર્થિક ઉત્થાનમાં સાચા અર્થમાં સહભાગી બન્યાઃ
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે અડાજણ ખાતે આયોજીત ‘સરસ મેળો-૨૦૨૫’માં દસ દિવસમાં ૧૯ રાજયોમાંથી આવેલા ૧૬૫ જૂથો દ્રારા કુલ ૩.૫૦ કરોડથી વધુનું વેચાણ થયું છે. સુરત પ્રથમવાર આવનાર પશ્ચિમ બંગાળના મોહિની સખી ગ્રુપે રૂ.૧૨.૬૧ લાખના 3D પેઇન્ટિંગોનું વેચાણ કર્યું હતું.
સુરતના સરસ મેળામાં અવનવી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સુરતવાસીઓ ‘વોકલ ફોર વોકલ’ની નેમને સાકાર કરતા મનભરીને મેળાને માણ્યો હતો. સુરત સરસ મેળાના સમાપન સમારોહમાં બેસ્ટ સેલ્સ, બેસ્ટ ડિઝાઈન અને બેસ્ટ ઇનોવેટિવ ઉત્પાદનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી
સરસ મેળાના સમાપન પ્રસંગે DRDAના નિયામક એમ.બી. પ્રજાપતિ એ સુરતની જનતાનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, સુરતની જનતા કલા અને આર્ટને હંમેશા સ્વીકારે છે. એક જ સ્થળે દેશના વિવિધ પ્રાંતથી આવતા આર્ટિસ્ટ થકી આ સરસ મેળા શક્ય બન્યો છે. સુરતીઓ સરસ મેળામાં ખર્ચ કરીને ગ્રામીણ વિસ્તાર રહેતાં બહેનોના આર્થિક ઉત્થાનમાં સાચા અર્થમાં સહભાગી બન્યાં છે. દર વર્ષે યોજાતા મેળાઓમાં વધુમાં વધુ ખરીદી કરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.