News Continuous Bureau | Surat
Surat: સુરત શહેર-જિલ્લામાં કરૂણા અભિયાન હેઠળ ૨૩૬૬ ધાયલ અબોલ પક્ષીઓની સારવાર- સુશ્રુષા કરવામાં આવી. ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેને અનુલક્ષીને રાજય સરકારે તા.૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી -૨૦૨૫ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ઉપાડયું છે. જેના ભાગરૂપે સુરત વનવિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી તા.૧૦થી તા.૧૫મી જાન્યુઆરી દરમિયાન ૨૩૬૬ જેટલા ધાયલ થયેલા અબોલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જયારે સારવાર કેન્દ્રો ખાતે પક્ષીઓની સારવાર-સુશ્રુષા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Limited Height Subway: કલોલમાં અમિત શાહે લિમિટેડ હાઈટ સબવે (LHS) નું લોકાર્પણ કરી ટ્રાફિક સુવિધામાં સુધારો કર્યો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.