International Airport: સરકારી ગેઝેટમાં સુરત એરપોર્ટ ‘આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ તરીકે જાહેર

International Airport: કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગત ૧૭ ડિસે.એ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું.

by Hiral Meria
Surat Airport declared as 'International Airport' in Government Gazette

News Continuous Bureau | Mumbai

International Airport: કેન્દ્ર સરકારના ગેઝેટમાં સુરત એરપોર્ટને ( Surat Airport ) આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો આધિકારિક દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તા.૩૦/૦૧/૨૦૨૪ ના રોજ જાહેર કરેલા ગેઝેટમાં ( Central Government Gazette ) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. 

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ( darshana jardosh ) ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગત ૧૭ ડિસે.એ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ( economic growth ) ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ ( Foreign investment ) આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે.

 Surat Airport declared as 'International Airport' in Government Gazette

Surat Airport declared as ‘International Airport’ in Government Gazette

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પમાં યોગદાન આપવા સુરત અગ્રેસર રહેશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે એમ જણાવી મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 Surat Airport declared as 'International Airport' in Government Gazette

Surat Airport declared as ‘International Airport’ in Government Gazette

આ સમાચાર પણ વાંચો : China Kabutar : ચીન માટે જાસૂસી કરતા પકડાયેલું કબૂતર, આખરે 8 મહિના પછી પોલીસે કર્યું મુક્ત..

નોંધનીય છે કે, સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરૂ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા(મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ અને દુબઈ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મી ડિસે.એ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કર્યું હતું. જ્યારે હવે અધિકૃત રીતે ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી એર કનેક્ટિવિટી, યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે વિકાસના નવા અવસરો મળશે. 

 Surat Airport declared as 'International Airport' in Government Gazette

Surat Airport declared as ‘International Airport’ in Government Gazette

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More