News Continuous Bureau | Mumbai
Surat Growth Hub: વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા નીતિ આયોગના ઉપક્રમે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના સાથેના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ગ્રોથ પ્લાનનું આગામી તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) હસ્તે લોન્ચીંગ કરવામાં આવશે. જે કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વેન્યુ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટ કમિટી, પ્રોટોકોલ અને એરપોર્ટ કમિટી, ફુડ, ટ્રાન્સ્પોર્ટેશન, હેલ્થ, પાર્કિગ સહિત અન્ય કમિટીઓની રચના કરીને કામગીરી કરવા અંગે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. સુરતની લી મેરેડીયન હોટેલ ખાતે યોજાનાર પ્લાનના લોન્ચિંગ સાથે છ સેશનમાં સેમિનારો યોજાશે, જેમાં ઈકોનોમિક ( Economic Development Plan ) રિજીયન, અર્બન, હાયર એજયુકેશન, પ્રવાસન, સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બાઝાર જેવા વિષયો પર સેમિનારો યોજાશે. જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકતાઓ, તજજ્ઞો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જવેલરી, હેલ્થ, હોટેલ એસો., સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એકવા ફાર્મીંગ, GIDC ના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
આ સમાચાર પણ વાંચો : GSRTC Bus: તહેવારોમાં થશે મુસાફરોની સુવિધામાં વધારો.. દિવાળી દરમિયાન સુરત વિભાગ એસ.ટી.નિગમ દોડાવશે ૨૨૦૦ એકસ્ટ્રા બસો, આ રીતે કરો એડવાન્સ બુકિંગ.
સુરતને ( Surat ) ગ્રોથ હબ ( Growth hubs ) તરીકે વિકસાવવા માટે આગામી ૫૦ વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઇન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.
બેઠકમાં ડે.મ્યુ.કમિશનર રાજેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ઈન્ડેક્ષના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મહાનગર પાલિકા અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.