Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકા પેટા ચૂંટણી માટે તૈયારીઓ થઇ પૂર્ણ, વોર્ડ નં. ૧૮ની ચૂંટણી આ તારીખે થશે

Surat Municipal Corporation: તા.૧૬મીએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે

by khushali ladva
Surat Municipal Corporation Preparations for Surat Municipal Corporation by-elections complete

News Continuous Bureau | Mumbai

  • ૧,૦૫,૯૨૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
  • મતદાન પ્રક્રિયા માટે તૈયારીઓ પૂર્ણઃ ૩૪ મતદાન મથકો, ૯૩ બુથ અને ૧૩૦ ઈવીએમ રહેશે

Surat Municipal Corporation: રાજય ચૂંટણી પંચ-ગાંધીનગર દ્વારા સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૧૮(લિંબાયત-પરવટ-કુંભારીયા)ની ખાલી પડેલી એક જગ્યા માટેની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૨/૨૦૨૫ના રોજ રવિવારે યોજાશે. તા.૧૮મીએ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઇસ્કુલ, ગોડાદરામાં મતગણતરી થશે.
વોર્ડ નં.૧૮ની ચૂંટણીમાં કુલ ૧,૦૫,૯૨૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૪૭,૨૬૮ મહિલા, ૫૮,૬૪૩ પુરૂષ અને ૧૧ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદાનની પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે ૬૧૦ પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે.

આ સમાચાર પણ વાંચો: Surat Urban Forest: સુરતવાસીઓને મળ્યું નવું નજરાણું, ડુમસ બીચ નજીક મિયાવાકી પદ્ધતિથી બનાવાયું ‘નગરવન’ ; જાણો ખાસિયત
આ ચૂંટણી માટે શહેરમાં કુલ ૩૪ મતદાન મથકો અને ૯૩ મતદાન બુથ બનાવાયા છે, જ્યાં ૧૩૦ ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો)નો ઉપયોગ થશે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુનિશ્ચિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે સુરત મનપા અને સંલગ્ન તંત્રએ જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More