Surat : સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Surat : નેશનલ લોક અદાલતમાં કુલ ૨૯,૦૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યોઃ જેમાં રૂા.૩૧૦ કરોડનું સેટલમેન્ટ અને રૂા.૪૯ લાખના દંડની વસુલાત   ઈ-ચલણના ૩૧,૦૭૫ કેસોનો નિકાલ કરીને રૂા.૨.૧૭ કરોડની વસુલાત કરવામાં આવી હતી   સને ૧૯૮૮નો એક દાવો સમાધાન થકી પૂર્ણ થયો છે

by kalpana Verat
Surat National Lok Adalat was organized in every court of Surat district

News Continuous Bureau | Mumbai

Surat : ગુજરાત (Gujarat) રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત (Surat) દ્વારા આજરોજ સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોક અદાલતમાં ક્રીમીનલ કમ્પાઉન્ડ કેસો (Criminal compound case) , નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેન્કના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માત (Motor accident) ના કેસો,લેબર તકરારના કેસો, વોટર અને ઈલેકટ્રીસીટી બીલ (water and electricity bill) ના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, રેવન્યુ તથા સીવીલના કેસો મુકવામાં આવ્યા હતા. જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અઘ્યક્ષશ્રી અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી અતુલઆઈ રાવલના માર્ગદર્શન હેઠળ લોક અદાલતમાં મુકવામાં આવેલ તમામ કેસોમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં પક્ષકારોએ તેમજ વકીલશ્રીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai local mega block : શું તમે રવિવારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ આ બે લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક..

લોક અદાલતમાં કુલ ૬,૩૮૮ કેસો મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં ૫,૩૯૨ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું. સ્પેશયલ સીટીંગમાં કુલ ૨૩,૯૦૩ કેસો મુકવામાં આવ્યા હતા. જે પૈકી ૨૩,૬૫૭ કેસોનું નિરાકરણ કરાયું હતું.

આમ, આજ રોજ યોજાયેલ નેશનલ લોક અદાલત (Lok Adalat) માં કુલ ૨૯,૦૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં કુલ રૂા.૩,૧૦,૧૪,૪૦,૯૬૪/- રકમનું સેટલમેન્ટ થયું હતું. તથા રૂા.૪૯,૯૬,૩૦૬/- રકમનો દંડ વસુલવામાં આવ્યો છે. ઈ-ચલણના ૩૧,૦૭૫ કેસોનો નિકાલ કરીને રૂા.૨,૧૭,૦૯,૧૫૦/- રકમની વસુલાત કરવામાં આવી હતી. તેમજ પ્રિ-લીટીગેશનમાં કુલ – ૨,૯૨૯ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૩,૫૫,૨૯,૨૪૫/- ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

આજની લોક અદાલતની ઉપલબ્ધિઓ:-

(૧) MACP ના એક કેસમાં ૫૦ લાખમાં સમાધાન કરવામાં આવ્યું.
(૨) ૩૦૯ કરોડના કોમર્શીયલ દાવાના એક કેસમાં સમાધાન કરવામાં આવ્યું.
(૩) સને ૧૯૮૮નો એક દાવો સમાધાન થકી પૂર્ણ થયો છે. તેમજ ૨૩ વર્ષ જુનો અન્ય એક દાવો પણ સમાધાન થકી પૂર્ણ થયો હોવાનું સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવશ્રી સી. આર. મોદીની યાદીમાં જણાવ્યું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More