Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

Surat News : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ પોલીસે વૃદ્ધાની મનોવ્યથા સમજી જરૂરી સહાય અને સારવારની વ્યવસ્થા કરી

by kalpana Verat
Surat News Surat Police came to the aid of an elderly widow and her mentally unstable children from Chowk Bazaar.

News Continuous Bureau | Mumbai

Surat News :  સુરત શહેર પોલીસે ફરી એકવાર માનવીય અભિગમથી માનવતાની ફોરમ ફેલાવી છે. પોલીસના મુખ્ય ઉદ્દેશોની સાથોસાથ માનવીય સંવેદનાને સ્થાન આપતી સુરત પોલીસે ચોકબજાર વિસ્તારની જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર પુત્ર-પુત્રીને જીવન જીવવાની નવી દિશા આપી છે.

ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વિધવા અને તેના માનસિક અસ્વસ્થ સંતાનોની કરૂણ પરિસ્થિતિની જાણ FFWSના કોર્ડિનેટર પિયુષકુમાર શાહ દ્વારા નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીર સુધી પહોંચી હતી. જેથી તેમણે તાત્કાલિક ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. ચૌધરીને શી ટીમ સાથે તપાસ માટે મોકલ્યા. જ્યાં જાણવા મળ્યું કે પરિવારનો આવકનો કોઈ સ્ત્રોત નથી, ઘરના નાના નાના ખર્ચ પણ ઉપાડી શકે એમ નથી. માનસિક રીતે અસ્થિર પુત્ર-પુત્રીને યોગ્ય સારવાર મળે તો તેમની સ્થિતિ સુધરી શકે એવું જણાયું.

નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીરના સૂચનથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચૌધરીએ તાત્કાલિક રીતે ખાદ્યસામગ્રી, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને સ્વચ્છતા કિટ સાથે સહાય પહોંચાડી. વધુમાં, આવા જરૂરિયાતમંદોને દર મહિને સહાય મળે તે માટે દાતાઓ સાથે જોડાણ વધારવાનું આયોજન કર્યું છે. સાથે સાથે, માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન અને સારવારની પણ વ્યવસ્થા કરાઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સોના સિવાય બીજું શું મળ્યું? સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચેલા વ્યક્તિએ આપી ચોકાવનારી માહિતી

સુરત શહેર અને સુરતીઓ હંમેશા સેવાકીય ભાવનાથી આગળ રહ્યા છે, ત્યારે પોલીસની આ માનવીય કામગીરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની છે. જરૂરિયાતમંદ માટે પોલીસ માત્ર કાયદાકીય જાહેર સંસ્થા નહીં, પણ પીડિતો, જરૂરિયાતમંદ માટે આશરો છે તે હકીકત ફરી એકવાર સાબિત થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like