Surat Panchayat tax collection: ગ્રામ વિકાસ માટે વિશેષ પગલાં, સુરત જિલ્લાના પંચાયત વેરા વસુલાત વધારવા માટે આ તારીખથી શરૂ થશે ખાસ ઝુંબેશ

Surat Panchayat tax collection: સુરત જિલ્લામાં પંચાયત વેરા વસુલાત વધારવા માટે તા.૨૨ અને ૨૩મી ફેબ્રુઆરીએ ખાસ ઝુંબેશ

by khushali ladva
Surat Panchayat tax collection special campaign will start from this date to increase the collection of Panchayat tax in Surat district

News Continuous Bureau | Mumbai

  • વેરા વસુલાત ઝુંબેશથી પંચાયતોની આવક વધારવા અને વધુ ભંડોળ ઉપલબ્ધ થતા ગ્રામ વિકાસને વેગ આપવાનો આશ

Surat Panchayat tax collection: પંચાયત વેરા વસુલાત ગ્રામ પંચાયત સ્વભંડોળનો મહત્વનો ભાગ છે. પંચાયત વેરા વસુલાત વધારવા અંદાજિત છેલ્લા દસ દિવસથી જિલ્લા પંચાયત સુરત દ્વારા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી પંચાયતોની આવક વધે અને વિકાસ માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થતા ગામના વિકાસને વેગ મળશે. આ ભંડોળનો ઉપયોગ ગામમાં સ્વચ્છતા અને આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પંચાયત વેરા વસુલાત વધારવા માટે તા.૨૨ અને ૨૩મી ફેબ્રુઆરીએ ખાસ ઝુંબેશ હાથ ધરાશે. આ બંને જાહેર રજાના દિવસોમાં ગ્રામ પંચાયત કચેરી શરૂ રાખવામાં આવશે. દરેક તાલુકામાં વેરા વસુલાતની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા કક્ષાએથી વર્ગ -૧ / ૨ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તે નોડલ અધિકારીએ તેઓને સોપેલી તાલુકાના ગ્રામ પંચાયતોની ટીમ સાથે મુલાકાત લઇ વેરા વસુલાતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ બાકીદારોને વેરા ભરવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચન આપવામાં આવ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલે ઝુંબેશના ધોરણે થઇ પંચાયત વેરાવસુલાતની કામગીરીનું તાલુકાના વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.

આ સમાચાર પણ વાંચો:  Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે મહારાષ્ટ્રની લેશે મુલાકાત, સંભાજી નગરની એસબી કોલેજ ખાતે 65મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે

Surat Panchayat tax collection: ગત સપ્તાહમાં ઝુંબેશના ભાગરૂપે વેરા વસુલાત વધારે કરી શકાય તે બાબતે માહિતગાર કરવા તલાટીઓ સેમિનાર પણ કરાયો હતો. તેવી જ રીતે તા.૧૮મીના રોજ તલાટીઓની વેરા વસુલાતની કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. સારી વસુલાતની ટકાવારી ધરાવતા તલાટીઓની સરાહનીય કામગીરી માટે બરદાવામાં આવ્યાં અને અન્ય તલાટીઓને લક્ષ્યાંક અનુસાર વેરાવસુલાતની ટકાવારી વધારવા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે. ઝુંબેશના ભાગરૂપે થઇ રહેલ કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા કક્ષાએથી નિમાયેલ વર્ગ-૧ તથા ૨ કક્ષાના અધિકારી તથા તા.વિકાસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. ઝુંબેશના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના મોરા ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા સોસાયટીમાં જાહેરાત કરી લોકોને પંચાયત વેરાની ભરપાઇ કરવા સમજ અપાઈ હતી. બારડોલી તાલુકાના બાબેન ગામમાં સફાઈ ટેમ્પો તેમજ ઈ-રિક્ષાના ઉપયોગથી માઈકથી જાહેરાત કરી લોકોને પંચાયત વેરો ભરવા માટે જાગૃત કરાયા હતા અને રાત્રિ વેરા વસુલાત કેમ્પ કરીને વસુલાતની કામગીરી કરી રહ્યા છે. ઓલપાડ તાલુકાના કીમ ગ્રામ પંચાયતે ગત રવિવારે કચેરી ચાલુ રાખી એક દિવસમાં અંદાજિત રૂ. ૧.૦૦ લાખ જેટલી રકમની વસુલાત કરી હતી. જિલ્લા પંચાયત સુરતે ઝુંબેશમાં હકારાત્મક અભિગમ દાખવી આગામી તા.૨૨ અને ૨૩મી ફેબ્રુઆરીને ખાસ ઝુંબેશ દિવસ તરીકે રાખવાનું આયોજન કર્યું છે એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Join Our WhatsApp Community

You may also like