News Continuous Bureau | Mumbai
Surat Cyber Fraud : સુરત શહેર-જિલ્લામાં તેમજ રાજ્ય કક્ષાએ થયેલી સાયબર ક્રાઈમ ( Cybercrime ) વિરુદ્ધની કાર્યવાહી અંગે નાયબ પોલીસ કમિશનરશ્રી (ક્રાઈમ) બી.પી.રોજીયાની અધ્યક્ષતામાં ક્રાઈમ બ્રાંચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સાયબર ક્રાઈમની કામગીરી, સાયબર અવેરનેસ, નાણા પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃત્તિ અંગે જાણકારી આપવામાં આવી હતી.
DCP શ્રી બી.પી.રોજીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત પોલીસે ( Gujarat Police ) સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા ૨૮,૦૦૦ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.
સુરત ( Surat ) શહેર-જિલ્લામાં સાયબર ક્રાઈમ સેલ ( Cyber Crime Cell ) દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે તેમણે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડનો ( Cyber Fraud ) ભોગ બનેલા સુરતના ૩૦૫૯ અરજદારોની કુલ રૂ.૧૬ કરોડની રકમ સુરત પોલીસે ( Surat Police ) પરત અપાવી છે. જેમાં અલગ અલગ સાયબર ગુન્હાઓમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૪૮ અરજદારોને રૂ.૨.૮૯ કરોડ, સાયબર ક્રાઈમનો ભોગ બનનાર બે અરજદારોના રૂ.૮ લાખના સોના-ચાંદીના ઘરેણા પરત સોંપ્યા, NCCRP (નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ) તથા IRU (Incident Response Unit) ઉપર ફરિયાદ નોંધાવનાર અરજદારોને લોક અદાલત મારફતે રૂ.૧૨.૧૬ કરોડ અને ભોગ બનનાર ૧૨૦ નાગરિકોએ તુરંત સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો, જેઓને રૂ.૯૭.૭૦ લાખ મળી કુલ રૂ.૧૬ કરોડની રકમ રિફંડ અપાવી છે.
તેમણે સુરતવાસીઓને સાયબર ક્રાઈમ અંગે જાગૃત બનવા, સચેત રહેવા અને ટૂંકા ગાળામાં નાણા કમાવા લોભલાલચમાં ન પડવા અને જો કોઈ નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક હેલ્પલાઈન નં. ૧૯૩૦ પર ફરિયાદ કરવાની અપીલ કરી હતી.
જો કોઈ પણ વ્યક્તિ સાથે સેક્સટોર્શન, મોર્ફ ફોટો, ન્યુડ વિડીયો કોલ કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ થયેલ હોય જેમાં તમારી અજાણતા કોઈ ભુલ થઈ હોય કે ના થઈ હોય તો ડર કે સંકોચ રાખ્યા વગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન-સુરત શહેરનો સંપર્ક સાધવા ભારપૂર્વક અપીલ કરી સંવેદનશીલ કિસ્સામાં પીડિતનું નામ ગુપ્ત રાખી મદદ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
Surat Cyber Fraud : સાયબર ગુનાઓ અટકાવવા સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઈન સેવા
શહેરમાં સાયબર ક્રાઈમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ હેલ્પલાઈન શરૂ છે. શહેરીજનોની મદદ માટે, સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો માટે તેમજ આ સંદર્ભે મદદ અને માર્ગદર્શન માટે સંપર્ક નંબરો પર સંપર્ક સાધી શકે એ માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (મો.7069052555), સાયબર ક્રાઈમ પોલીસ હેલ્પલાઈન (નં. 8160852285), સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન લેન્ડલાઈન નં. (0261-2653510) અને સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નં.(9328523417) વડે મદદ મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Parliament Monsoon Session : નવા સંસદ ભવનની લોબીમાં પહોંચ્યા કપિરાજ, મચાવ્યું ભારે ઉધમ; જુઓ વાયરલ વિડીયો
Surat Cyber Fraud : અઢળક વળતરની લોભામણી લાલચથી દૂર રહો: અજાણી ઓનલાઈન લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ
છેલ્લા કેટલાક વર્ષોની સાયબર ક્રાઈમની પેટર્ન જોતા લોકોને અઢળક વળતરની લોભામણી લાલચ આપવામાં આવે છે. જેના આધારે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. આ પ્રકારની લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત અધિકૃત વેબસાઈટ હોય તો જ તેના પર ક્લિક કરવું જોઈએ. ઘણાખરા કિસ્સામાં ક્રેડિટ કાર્ડ બ્લોક થવાના અને વીજળી કાપી જવાના, બાળકને કિડનેપ કરવા જેવા ટેલિફોનિક કૉલ અને મેસેજ દ્વારા પણ છેતરપિંડી કરવામાં આવતી હોય છે. જેથી અધિકૃત સંસ્થાઓ જેવી કે બેંક, પોલીસ, ડીજીવીસીએલનો સંપર્ક કરી આ અંગેની ખરાઈ કરીને જ આગળ વધવું જોઈએ એમ DCPશ્રીએ જણાવ્યું હતું.
Surat Cyber Fraud : સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ માટે અસરકારક કામગીરી
સાયબર ક્રાઈમમાં રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ૨૦૨૪ માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી ૪૬.૨૨ % છે, જે ૨૦૨૩ માં માત્ર ૧૭.૯૩ % હતી. ૩૦ જૂન ૨૦૨૪ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ ૧૧૪.૯૦ છે અને ૨૦૨૪ માટે રિફંડ કરાયેલી રકમ ૫૩.૩૪ કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
Surat Cyber Fraud : પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો
DCPશ્રી રોજીયાએ કહ્યું કે, રાજ્ય પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે.મધ્યમ-વર્ગના લોકો સાયબર ક્રાઈમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના અકાઉન્ટ અનફ્રીઝ થવાને કારણે એટલે કે ખૂલી જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ ઉપરાંત ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટક ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે એક પછી એક કેસના આધારે આ અકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અનુસૂચિત જાતિઓની યાદીની સમીક્ષા અંગે ‘જસ્ટિસ બાલાકૃષ્ણન તપાસ આયોગ’ની જાહેર સુનાવણી ૯મી ઑગસ્ટે અમદાવાદમાં થશે