News Continuous Bureau | Mumbai
National Painting Competition: ભારત સરકાર દ્વારા આયોજિત (ઉર્જા સરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા – ૨૦૨૪માં સમગ્ર ભારતમાંથી ૮૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક રાજ્યમાંથી રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય – વેડ રોડના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. જેમાં ભારતકક્ષાએ મકવાણા ક્રિષ્નાને ટોપ ટેનમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરવાથી ભારતના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરના ( Jagdeep Dhankhar ) વરદ્ હસ્તે ટેબલેટ તથા રૂા.૧૫ હજારનું ઇનામ એનાયત થયું હતું. તેમને મળેલ આ વિશિષ્ટ સિધ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી પ. પૂ. સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી, તૈયારી કરાવનાર ચિત્રશિક્ષક પ્રજાપતિ પ્રવીણભાઈ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શાળા પરિવાર વતી આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા, ધર્મેશભાઈ સલિયા તેમજ શાળાના તમામ શિક્ષકોએ મકવાણા કૃષ્ણને ( Makwana Krishna ) અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Udyan Utsav Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નિલયમમાં ‘આ’ ફૂલ અને બાગાયત ઉત્સવનું કરશે આયોજન, કાર્યક્રમના ઉદ્ઘાટનની તૈયારીઓની કરી સમીક્ષા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.