News Continuous Bureau | Mumbai
Surat: સિવિલ ડિફેન્સ-સુરતના કાપોદ્રા ડિવીઝનમાં ડિવીઝનલ વોર્ડન તરીકે સેવા આપતા શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાને નાગરિક સંરક્ષણ દળ-સુરતમાં સુદીર્ઘ અને પ્રશંસનીય વિશિષ્ટ સેવા આપવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૫ પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો :BIS Raid: હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરનનું ઇ-કોમર્સ નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા
નિયંત્રક (નાગરિક સંરક્ષણ) અને જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધી તથા ડી.જી.પી. (હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ) મનોજ અગ્રવાલની ભલામણથી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા જાલમભાઈ સુરત યુનિટમાં ૨૫ વર્ષથી કાર્યરત છે. તેમણે રેલ, ભૂકંપ, આગ હોનારત, તથા કોરોના જેવી આફતોમાં મહત્વની રાહત-બચાવ કામગીરી કરી છે. ૫૦૦૦ જેટલા નાગરિકોને નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમ તેમજ ફાયર, સર્ચ એન્ડ રેસ્ક્યુની તાલીમ આપવામાં યોગદાન આપી ચૂક્યા છે. જે બદલ વર્ષ ૨૦૧૩ માં તેમને મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકથી સમ્માનિત કરાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.