News Continuous Bureau | Mumbai
Surat Task Force: બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે બારડોલીની ખાઉધરા ગલી તરીકે પ્રખ્યાત વિસ્તારમાં પાલિકા બજાર શોપિંગ સેન્ટર અને અભિલાષા બિલ્ડિંગ ખાતે રેડ પાડી ૦૪ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. જેમાંથી ૦૧ તરૂણ જોખમી વ્યવસાયમાં કામ કરતો હતો. આ તરૂણ શ્રમિકો ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી કામ અર્થે સુરતમાં આવ્યા હતા. જેમને બાળ સુરક્ષા યુનિટ દ્વારા રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ખાતે પુનર્વસન અર્થે મોકલવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Jagdeep Dhankhar Maharashtra visit: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે મહારાષ્ટ્રની લેશે મુલાકાત, સંભાજી નગરની એસબી કોલેજ ખાતે 65મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે
Surat Task Force: સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીએ બાળ સુરક્ષા યુનિટ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ-(સુરત ગ્રામ્ય), જિ.આરોગ્ય અધિકારીની કચેરી સહિતના વિભાગો સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. તરૂણ શ્રમિકોને કામ પર રાખતી કુલ ૦૩ સંસ્થાઓને શ્રમ અધિકારી ડૉ. જી.વી.સવાણી દ્વારા નિયમનની નોટિસ પાઠવવામાં આવી હોવાનું નાયબ શ્રમ આયુક્ત કચેરી,સુરતની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed