Surat : સુરત જિલ્લાની ૩૧ ગ્રામ પંચાયતોની વેરા વસુલાત ૧૦૦% પુર્ણ થઈ

Surat : વેરા વસુલાતની થઈ રહેલ કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે જિલ્લા કક્ષાએથી ઝુંબેશના ભાગરૂપે નિમાયેલા વર્ગ-૧ અને ૨ કક્ષાના અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીની બેઠક યોજી હતી.

by kalpana Verat
Tax collection of 31 Gram Panchayats of Surat district 100% completed

 News Continuous Bureau | Mumbai

Surat : 

  • તા.૦૧ માર્ચ સુધીમાં સુરત જિલ્લાની ૧૪૫ ગ્રામ પંચાયતોમાં ૮૦% થી વધુ વેરા વસુલાત વસુલાત પૂર્ણ થઈ: આ ગ્રામ પંચાયતો પ્રોત્સાહક સહાયને પાત્ર થશે
  • જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વેરા વસુલાતની થઈ રહેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

  સુરત જિલ્લા પંચાયત દ્વારા પંચાયત વેરા વસુલાત વધારવાના હેતુથી તા. ૨૨-૨૩ ફેબ્રુઆરીએ ખાસ ઝુંબેશ દિવસ તેમજ હાલ પણ આ ઝુંબેશ શરૂ છે, જેના કારણે જિલ્લાની ૩૧ ગ્રામ પંચાયતોની વેરા વસુલાત ૧૦૦% પુર્ણ થઈ છે. વેરા વસુલાતની થઈ રહેલ કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે જિલ્લા કક્ષાએથી ઝુંબેશના ભાગરૂપે નિમાયેલા વર્ગ-૧ અને ૨ કક્ષાના અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીની બેઠક યોજી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની ૩૧ ગ્રામ પંચાયતોની વેરા વસુલાત ૧૦૦% પુર્ણ થઈ છે. તા.૦૧/૦૩/૨૦૨૫ સુધીમાં સુરત જિલ્લાની ૧૪૫ ગ્રામ પંચાયત વેરા વસુલાત ૮૦% થી વધુ વસુલાત પુર્ણ થઈ છે, જેથી આ ૧૪૫ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક સહાય મળવાપાત્ર થઈ ગઈ છે. વધુમાં નાણાકીય વર્ષને એક માસ જેટલો સમયગાળો બાકી છે. મહત્તમ ગ્રામ પંચાયતને પ્રોત્સાહક સહાય મળે તેવા વહીવટીતંત્રના પ્રયાસો રહ્યા છે. જેથી પ્રોત્સાહક સહાય મળવાપાત્ર ગ્રામ પંચાયતની આ સંખ્યામાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો :  SARAS Mela : સુરતના અડાજણ ખાતે યોજાશે ઉદ્દેશ્યથી ‘સરસ મેળો-૨૦૨૫’, કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ મૂકશે ખૂલ્લો

નોંધનીય છે કે, સરકારની પ્રોત્સાહક સહાય યોજના હેઠળ જે ગ્રામ પંચાયતોએ ઉઘરાવેલો ઘરવેરો, પાણીવેરો, દિવાબત્તીવેરો(સફાઈવેરો સિવાય) ચાલુ વર્ષના કુલ માંગણા સામે ૮૦% થી વધુ વસુલાત કરેલ હોય તે ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક સહાય ગ્રાંટ આપવામાં આવે છે.

 

Join Our WhatsApp Community

You may also like