Site icon

YouthFestival2025: યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ

૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા યુવક–યુવતીઓ ૩ વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે

YouthFestival2025 યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર

YouthFestival2025 યુવા ઉત્સવ-૨૦૨૫–‘૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૧ ઓક્ટોબર

News Continuous Bureau | Mumbai
YouthFestival2025 માહિતી બ્યુરો:સુરત:મંગળવાર: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,સુરત દ્વારા તાલુકા/જિલ્લા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૧/૧૦/૨૦૨૫ છે. યુવા ઉત્સવમાં સુરત મહાનગરપાલિકા (શહેર) અને સુરત જિલ્લા (ગ્રામ્ય)ના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતાં યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે.
આ સ્પર્ધામાં ૧૫ વર્ષ થી ૨૦ વર્ષની વય સુધીના (તા.૦૧/૦૯/૨૦૦૫ થી ૩૧/૦૮/૨૦૧૦ વચ્ચે જન્મેલાં) વિભાગ “અ”, ૨૦ વર્ષ થી ૨૯ વર્ષની વય સુધીના (તા.૦૧/૦૯/૧૯૯૬ થી ૩૧/૦૮/૨૦૦૫ વચ્ચે જન્મેલાં) વિભાગ-“બ“ તથા ૧૫ થી ૨૯ વર્ષની વય સુધીના (તા.૦૧/૦૯/૧૯૯૬ થી ૩૧/૦૮/૨૦૧૦ વચ્ચે જન્મેલાં) વિભાગ “ખુલ્લા” પ્રમાણે ભાગ લઇ શકશે.

યુવા ઉત્સવમાં વકતૃત્વ,નિબંધ,ચિત્રકલા, હળવું કંઠય સંગીત, લોકવાધ સંગીત,એકપાત્રીય અભિનય, હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠય સંગીત, ભરતનાટ્યમ તથા કથ્થક મળી કુલ ૯ સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ,ગઝલ શાયરીલેખન,કાવ્ય લેખન,દુહા છંદ ચોપાઈ, લગ્નગીત સહિતની કુલ ૫ સ્પર્ધાઓ માત્ર બ વિભાગ માટે યોજાશે. તેમજ લોક વાર્તા, સર્જનાત્મક કામગીરી, ભજન,સમૂહગીત, લોકનુત્ય, લોકગીત, કર્ણાટકી શાસ્ત્રીય કંઠય સંગીત, સિતાર વાંસળી,તબલા,વીણા,મુદગમ, હારમોનિયમ (હળવું), ગીટાર, મણિપુરી,ઓડીસી.કુચીપુડી, એકાંકી, શીધ્ર વકતૃત્વ સ્પર્ધા મળી કુલ ૧૯ સ્પર્ધાઓ “ખુલ્લા” વિભાગમાં યોજાશે. ખુલ્લા વિભાગમાં સીધી જિલ્લા કક્ષાએ સ્ટોરી રાઈટીંગ અને ડેકેલેશનની સ્પર્ધાઓ યોજાશે. કોઇપણ સ્પર્ધક માત્રને માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેની દરેક સ્પર્ધકે ખાસ નોંધ લેવી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?

યુવા ઉત્સવમાં તાલુકા,જિલ્લા,પ્રદેશ અને રાજ્યકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધીમાં કચેરીના કામકાજના દિવસો અને સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ,પહેલો માળ, બહુમાળી ભવન,નવાડી ઓવારા, નાનપુરા ખાતે જમાં કરવાના રહેશે. તા.૦૧/૧૦/૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Exit mobile version