News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ ( Election Form ) વિતરણના છેલ્લા દિવસ એટલે કે તા.૧૯મીએ કુલ ૧૦ ઉમેદવારીપત્રો ભરાયા છે. જે પૈકી પરષોત્તમભાઈ બારૈયા(અપક્ષ), કિશોરભાઈ ડાયાણી (અપક્ષ), અજીતસિંહ ઉમટ(અખિલ ભારત હિંદુ મહાસભા), પોકારામ ખોજારામ(અપક્ષ), ભરતભાઈ પ્રજાપતિ (અપક્ષ), જયેશભાઈ પ્રજાપતિ (ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી), સોહેલ શેખ (લોગ પાર્ટી), વિજય લોહાર (બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટી), પ્યારેલાલ ભારતી (બહુજન સમાજ પાર્ટી), નરેશભાઈ પરમાર (બહુજન સમાજ પાર્ટી) એ ઉમેદવારી નોંધાવી છે. આમ, કુલ મળી ૧૫ ઉમેદવારોએ ૨૪ ઉમેદવારીપત્રો ભર્યા છે.
આજે સવારના ૧૧-૦૦ કલાકે કલેક્ટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ, ૫મો માળ, જિલ્લા સેવા સદન-૨, બી-બ્લોક, અઠવાલાઈન્સ, સુરત ( Surat ) ખાતે નામાંકનપત્રોની ચકાસણી હાથ ધરાશે.
આ સમાચાર પણ વાંચો : Multibagger Share: 37 રૂપિયાનો શેર ₹1300 બની ગયો. જોરદાર કમાણી…
ઉમેદવાર ( Candidate ) કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરોક્ત અધિકારીઓમાંથી કોઈ પણ એક અધિકારીને તેમની કચેરીમાં તા.૨૨મીએ (સોમવાર) ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલાં પહોંચાડવાની રહેશે, ફોર્મ પરત ખેંચાયા બાદ સાંજે ઉમેદવારોનું ( Nomination Papers ) આખરી ચિત્ર સ્પષ્ટ થશે એમ સુરત જિલ્લા ચૂંટણી પ્રભાગ દ્વારા જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.