News Continuous Bureau | Mumbai
Veer Narmad University : પિતાના અકાળે નિધન બાદ માતાની છત્રછાયામાં ઉર્વિકાબેનનો ઉછેર થયો: માતાએ પેટે પાટા બાંધીને ભણાવી અને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે કડોદરાના ઉર્વિકા પટેલે એચ.ડી.ની પદવી સ્વીકારી હતી. સંઘર્ષમય જીવન અને અનેક અવરોધો પાર કરી યુવાધન તેમજ મહિલાઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડનાર ઉર્વિકા પટેલે ઝળહળતી સફળતા મેળવી છે. તેમણે ‘ચાર વાર્તાકારોની વાર્તાઓમાં ભારતીય અનુઆધુનિકતાવાદ: પશ્ચિમ અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં’ એ વિષય પર સમીક્ષાત્મક અભ્યાસમાં પી.એચ.ડી.ની પદવી મેળવી છે.
૨૬ વર્ષ પહેલા જમીન વિવાદમાં તેમના પિતા સ્વ.શૈલેષકુમારની હત્યા થઇ હતી. માતાની છત્રછાયામાં ઉર્વિકાબેનનો ઉછેર થયો. માતાએ પેટે પાટા બાંધીને ભણાવી અને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું.
આ સમાચાર પણ વાંચો : વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત
તેઓ હાલ નવસારીની ગાર્ડા કોલેજમાં આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. તેઓ ચરોતરીયા લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ પણ છે. ઉર્વિકા પટેલ જણાવે છે કે, સંઘર્ષ વેઠીને મેળવેલી સફળતાનો આનંદ સર્વશ્રેષ્ઠ હોય છે. મને સમાજમાં અને સગાસંબધીઓમાં ‘મહિલાઓએ થોડું ભણવાનું હોય.. આખરે સાસરે જઈ સંભાળવાનો છે તો ચૂલો જ ને..?’ એવા કટાક્ષ કરી નાસીપાસ કરવામાં આવતી હતી. પિતાના નિધન બાદ અભ્યાસમાં હિંમત ન હારી અને આખરે પ્રોફેસર બનવાનું સ્વપન પૂર્ણ કર્યું. યુવાનો અને ખાસ કરી યુવતીઓએ ગમે તેવા પડકારો આવે મક્કમ બની પડકારો, અવરોધોનો મુકાબલો કરવો જ જોઈએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.